New Delhi,તા.01
દેશમાં નવરાત્રીના તહેવારોના અંત અને હવે દિપાવલીના આગમનની તૈયારી વચ્ચે સરકારે વ્યાપારી ગેસ (એલપીજી)ના 19 કિલોના સિલીન્ડરના ભાવ રૂા.15 પ્રતિ સલીન્ડરનો ભાવવધારો કર્યો છે. વ્યાપારી રીતે હોટેલ, રેસ્ટોરા વિ.માં ઉપયોગમાં લેવાતા આ સિલીન્ડરના ભાવ ભાવ દિલ્હીમાં રૂા.1580 થી વધારી રૂા.1595 થયો છે.
આજ રીતે કોલકતામાં નવો ભાવ રૂા.1700 થયો છે. મુંબઈના ભાવ રૂા.1547 થી રૂા.1754 (ચેન્નઈ) જો કે ડોમેસ્ટીક 14.5 કિલોના સીલીન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જેથી ગૃહિણીઓ માટે તે મોટી રાહત હશે પણ હોટેલ, રેસ્ટોરામાં ભોજન-નાસ્તાના ભાવ પર થોડી અસર થશે.
આવી જ રીતે વિમાની ઈંધણ-એવીએશન ફયુલના ભાવમાં પણ મોટો વધારો થયો છે. અગાઉ વિમાની ઈંધણના ભાવ પ્રતિ કિલો લીટર જે રૂા.90713 પર હતા તે વધીને રૂા.93766 થયો છે.
આથી એરલાઈન્સ જે વિમાની ટિકીટમાં ફયુલ ચાર્જ એડજેસ્ટમેન્ટ તરીકે અલગથી રકમ વસુલે છે તેમાં વધારો થતા વિમાની ટિકીટ થોડી મોંઘી થશે. આગામી સમયમાં જે રીતે વિમાની પ્રવાસમાં ભીડ વધવાની છે તે જોતા મુસાફરોમાં વધારાના નાણા ચુકવવા પડશે.
નાની બચત વ્યાજદર
બીજી તરફ સરકારે પોષ્ટ ઓફીસ નાની બચત યોજનાના ઓકટોબર-ડિસેમ્બર ગાળાના વ્યાજદર યથાવત રાખ્યા છે. સરકાર દર ત્રણ મહિને આ દરોની સમીક્ષા કરે છે. પીપીએફ, પોષ્ટ ઓફિસ, બાંધી થાપણ યોજના, સીનીયર સીટીઝન બચત યોજના, નેશનલ સેવિંગ સર્ટીફીકેટ તથા સુકન્યા સમૃદ્ધિ યોજના આ તમામ બચત યોજનાના દર 31 ડિસેમ્બર 2025 સુધી યથાવત રહેશે. જે રીતે રિઝર્વ બેન્કના વ્યાજ દર અંગે આજે નિર્ણય આવ્યા છે તે સમયે સરકારના નિર્ણય સૂચક છે.