Junagadh તા.25
ગઈકાલે વિસાવદર સેશન્સ કોર્ટની સમરી કેસ નં.58/2025ના કામે ભેંસાણ પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે ફરીયાદી રોહીતસિંહ રામસિંહ પોલીસ હેડ કોન્સ. ભેંસાણ વાળા આરોપી દિનેશ ચનાભાઈ ચૌહાણ રે. રાણપુર વાળાને નોટીસ બજવણી કરવાની હોય જેથી ફરીયાદી રોહીતસિંહ નોટીસ બાબતે સમજ આપતા હોય ત્યારે આરોપી દીનેશ સાથે આવેલ આરોપી લલીત ચના ચૌહાણ (તેનો ભાઈ)એ ગુન્હામાં કથીત આક્ષેપો કરતા હોય તે બાબતે પોલીસ કર્મી સમજાવતા હોય આરોપી દિનેશ પીધેલી હાલતમાં હોવાથી તેની સામે પ્રોહી. એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરેલ બાદ થોડીવારમાં પોલીસ સ્ટેશનમાં આરોપીઓ લલીત ચના ચૌહાણ, ઋત્વીક લલીત ચૌહાણ, વિશાલ લલીતભાઈ ચૌહાણ અને એક મહિલા રે. તમામ રાણપુર વાળાઓએ પોલીસ સ્ટેશને આવી દીનેશને છોડી દેવા બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો.
આરોપી લલીત ચના ચૌહાણે કહેલ કે દિનેશને નહીં છોડો તો પોતે ઝેરી દવા પી જવાની ધમકી આપી હતી. આરોપી ઋત્વીક લલીત ચૌહાણે હે.કોન્સ. રોહીતસિંહ રામસિંહના ગાલ ઉપર ઝાપટ મારી આરોપીઓ વિશાળ અને એક મહિલાએ જાનથી મારી નાખવાની ધમકી આપી પોલીસની ફરજમાં રૂકાવટ કર્યાની ફરીયાદ જમાદાર રોહીતસિંહએ નોંધાવતા પોલીસ ઈન્સ્પેકટર આર.પી. વણઝારાએ તપાસ હાથ ધરી છે.
સગીરાનું અપહરણ
જુનાગઢ દોલતપરા કસ્તુરબા સોસાયટીમાં રહેતા ફરીયાદીની 14 વર્ષની પુત્રીને જુનાગઢ રહેતો આરોપી મંથન થોરડ લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ ગયાની ફરીયાદ સગીરાના પિતાએ નોંધાવતા એ ડીવીઝન પીઆઈ વી.જે. સાવજે તપાસ હાથ ધરી છે.

