New Delhi તા.8
દેશમાં જીએસટી ઘટયા બાદ ગ્રાહકોને કેટલો લાભ મળે છે તેના પર સૌની નજર છે. ખાસ કરીને કિરાનાથી લઈ ઘરેલુ વપરાશના સાબુ-શેમ્પુ-બિસ્કીટ-ફુટવેર-કપડા વગેરેમાં જીએસટી ઘટાડાનો અમલ તાત્કાલીક થયો નથી અને હજુ પણ એમઆરપીના ધોરણે આ તમામ ઉત્પાદનો વેચાય છે.
તેવી વ્યાપક ફરિયાદ વચ્ચે દિલ્હી હાઈકોર્ટે અગાઉ જ નેશનલ એન્ટી પ્રોફીટીરીંગ ઓથોરિટીને જયારે પણ ટેક્ષ ઘટે તો તેનો લાભ ગ્રાહકને નાણાકીય સ્વરૂપમાં મળે તે જોવા માટે આદેશ આપ્યો હતો.પરંતુ મોટાભાગની કંપનીઓ નાના પેકીંગમાં જીએસટી ઘટાડાનો લાભ આપવાના બદલે પેકીંગનું વજન વધારીને તે રીતે સસ્તુ કરશે.
તે મુદો હવે ચર્ચામાં છે. હાઈકોર્ટે જે આદેશ આપ્યો હતો તે 2018નો હતો અને જે નફા વિરોધી જોગવાઈ હતી તે સંદર્ભમાં હતો. પરંતુ હાલ આ અંગેનો કાનુન જ અમલમાં નથી તે સમયે હવે તેના આધારે ગ્રાહકોને લાભ આપવામાં કંપની જો ઈન્કાર કરે તો ભાગ્યે જ કંઈ થઈ શકે તેમ છે.
સેન્ટ્રલ જીએસટી એકટમાં કલમ 171 એ 2017માં દાખલ કરવામાં આવી હતી જેમાં કંપનીઓ ટેક્ષ ઘટાડાના સમયે નફાખોરી ન કરી શકે તે નિશ્ચિત કરવામાં આવ્યું હતું.પરંતુ હવે તે કલમ જ દુર કરાઈ છે. જેના કારણે કંપનીઓ સામે તે અંગે કામ લઈ શકાતુ નથી.