Patna,તા.17
બિહારમાં નીતીશકુમારના નેતૃત્વ હેઠળની નવી સરકારની રચનામાં હવે નાયબ મુખ્યમંત્રી પદ માટે જબરી ખેંચતાણ છે. હાલના બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા યથાવત રહેશે કે એક જ નાયબ મુખ્યમંત્રી હશે તે ચર્ચા છે.
હાલના ડે. સીએમમાં સમ્રાટ ચૌધરીને ફરી આ પદે બેસાડાય અને એક પદ માટે મહિલાને પસંદ કરાય તેવી શકયતા છે તો વર્તમાન નાયબ મુખ્યમંત્રી વિજયકુમાર સિંહાને વિધાનસભા અધ્યક્ષપદ પણ અપાઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ લાંબા ગાળે બિહારનાજ રાજકારણમાં રસ ધરાવતા ચિરાગ પાસવાન ખુદ નાયબ મુખ્યમંત્રી બનવા આતુર છે. જો કે એક નામ રામદયાલ યાદવનું પણ છે. સમ્રાટ ચૌધરી 1.22 લાખ મતે ચુંટણી જીત્યા છે.
અગાઉ અમિત શાહે જે સમ્રાટ ચૌધરીને `મોટો-માણસ’ બનાવવા ખાતરી આપી હતી. રામદયાલ યાદવએ ભાજપને માટે યાદવ વોટબેન્ક બનાવી શકે છે અને જો મહિલાનું નામ આવે તો આ નામમાંથી એકનું પતું કપાશે.

