Rajkot, તા.28
રાજકોટના રહીશ ફરિયાદી હરદીપસિંહ રાણાએ જુનાગઢ જીલ્લાના આજક ગામના આરોપી અશોકભાઈ પુરોહિત વિરુદ્ધ રાજકોટ કોર્ટમાં ચેક રીટર્ન થયા અંગેની ફરિયાદ દાખલ કરેલ છે. આ કેસની હકીકત ટૂંકમાં જોઈએ તો આરોપીને નાણાકીય જરૂરીયાત ઉપસ્થિત થતા તેમના મિત્ર એવા ફરિયાદી પાસેથી રૂ.17 લાખ હાથ ઉછીનાની સંબંધના દાવે લીધા હતા.
ફરિયાદીએ આ રકમની પરત માંગણી કરતા, આરોપીએ ચેક લખી આપેલ. જે ચેક જમા કરાવતા પરત ફરેલ હતો. જેથી ફરિયાદીએ ચેક પરત ફર્યા અંગેની જાણ આરોપીને કરેલ હતી. નોટીસ આરોપીને બજી ગયા બાદ પણ આરોપીએ ફરિયાદીને તેની લેણી રકમ પરત ચૂકવેલ નહીં. જેથી રાજકોટ કોર્ટમાં આરોપી અશોક પુરોહિત વિરુદ્ધ ફરિયાદ નોંધાતા આરોપીને કોર્ટમાં હાજર થવા નોટીસ કાઢેલ છે.
આ કેસમાં ફરિયાદી તરફે બુધ્ધદેવ એસોસીએટ્સના સીનીયર એડવોકેટ નરેન્દ્ર ડી. બુધ્ધદેવ, વિષ્ણુ એન. બુધ્ધદેવ, ડોલી એન. બુધ્ધદેવ, કિશોર કે. કવાડ, મદદમાં શ્રેયા વી. બુધ્ધદેવ અને દક્ષરાજસિંહ આર. જાડેજા રોકાયેલ છે.