Valsad,તા.૧૯
વલસાડ જીલ્લાના પારડી તાલુકામાં પલસાણામાં વધુ એક ઢોંગી ભુવાના ધતિંગે યુવતીનો જીવ લીધો હોવાનું સામે આવતાં પરિવાર સહિત ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. ભુવાની મેલી વિદ્યામાં એક આશાસ્પદ યુવતીને ડામ અપાયા હતા. જીવલેણ ડામ અપાતા આશાસ્પદ યુવતીનું મોત થયું હતું. અંતિમ વિધિ માટે મૃતદેહ લઈ જતા મામલો સામે આવ્યો હતો. યુવતીના શરીર પર ડામના નિશાન દેખાતા વિવાદ થયો હતો, આ મામલ ગામ લોકોએ પૂછપરછ કરી પરંતુ પરિવારજનો કંઈ કહેવા તૈયાર નથી થયા. જોકે, આ ઘટનાની જાણ પોલીસને થતાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે, ગ્રામજનો દ્વારા તાત્કાલિક ભૂવાને ઝડપી સજા આપવા માગ કરાઈ છે. પોલીસે યુવતીના પરિવારની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર મામલે યુવતીના માતા-પિતા શબ્દ સુદ્ધાં બોલવા તૈયાર નથી. એવી માહિતી મળી છે કે યુવતીને વળગાડ હોવાનો વહેમ રાખી ડામ અપાયા હતા. ભુવા ભગત કુવાની મેલીવિદ્યામાં યુવતીને જીવલેણ ડામ અપાયા હતા, ગામલોકોએ મૃતદેહ પર ડામના નિશાન જોતા મામલાનો પર્દાફાશ થયો છે. હાલ સમગ્ર મામલે પલસાણા પોલીસની તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
પંચમહાલમાં આરોપીને મૃતક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. જોકે, તે પરિણીત હતો, તેથી તે સાથે રહેવા માંગતો ન હતો. પરંતુ, મહિલા વારંવાર તેના પતિને છોડીને આરોપી સાથે રહેવાનો પ્રયાસ કરી રહી હતી. આનાથી કંટાળીને, આરોપી ભુવાએ તેણીને રાત્રે મળવાના બહાને બોલાવી અને તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી. આરોપી વ્યવસાયે ભુવો હતો અને ધાર્મિક વિધિઓ માટે નાળિયેર અને ફૂલોના માળા જેવી વસ્તુઓ પોતાની સાથે રાખતો હતો. જોકે, તપાસમાં એવું બહાર આવ્યું નથી કે કોઈ ધાર્મિક વિધિ કરવામાં આવી હતી અને હત્યા કરવામાં આવી હતી.