Morbi,તા.15
હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ ચાલી રહી છે ત્યારે વડાપ્રધાનનું હાસ્યાસ્પદ ચિત્ર રજુ કરી સેનાનું મનોબળ તોડવાના પ્રયાસ સમાન પોસ્ટ કરનાર ફેસબુક યુઝર વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એસ એચ ભટ્ટ દ્વારા ફેસબૂક યુઝર જુમાભાઈ સુમરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપીએ પોતાના ફેસબુક આઈડી જુમાભાઈ સુમરા પરથી જાણી જોઇને ઈરાદાપૂર્વક કોઈ કોમ્યુટર કે અન્ય ઈલેક્ટ્રોનિક સંશાધનો મારફત ફેસબુક આઈડી સોશ્યલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી છે હાલ ભારત પાકિસ્તાન સાથે તણાવના સંજોગોમાં દેશના વડાપ્રધાનનું હાસ્યાસ્પદ ચિત્ર રજુ કરી દેશના સૈનિકનું મનોબળ તોડવા પોતાની ખરાબ ઈચ્છા શક્તિથી નાગરિકોમાં ભય અને ગભરાટ પેદા કરી નાગરિકો રાજ્ય વિરુદ્ધ ગુનો કરે તેવા મલીન ઈરાદાથી ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડીતતાને જોખમમાં મુક્તિ ખોટી ગેરમાર્ગે દોરતી માહિતી પ્રચાર પ્રસાર કરેલ છે તેમજ સૈનિકોના પરાક્રમને બિરદાવવાના બદલે નાગરિકોમાં ભય અને ગભરાટ પેદા કરવાના મલીન ઈરાદાથી ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં પ્રચાર પ્રસાર કરી સાર્વજનિક બગાડ તેમજ રાષ્ટ્રીય એકતાને વિઘાતક કરતા આક્ષેપો કરતી ફેસબુક પ્લેટફોર્મ પર પોસ્ટ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે