Morbi,તા.23
મોરબી તાલુકાના ઘૂટું ગામ નજીક ગાડીમાં ઘાસચારો કે પાણીની સગવડ રાખ્યા વિના ૧૦ ઘેટાને ખીચોખીચ ભરીને લઇ જતા ત્રણ ઈસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબી ઉમા રેસીડેન્સીના રહેવાસી રહેતા જયદીપ કિશોરભાઈ ડાવડાએ આરોપીઓ નિશારઅહેમદ મહેમુદ ભટી, ઇનુંશ સિકંદર ભટી અને અકરમ દાઉદ ભટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ પોતાની કેરી ગાડી જીજે ૧૩ એએક્સ ૨૬૪૮ વાળીમાં ઘેટા જીવ નંગ ૧૦ ક્રુરતાપૂર્વક ભરી ઘાસચારો કે પાણીની સગવડ વિના હેરાફેરી કરતા મળી આવ્યા હતા મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ પશુ ક્રુરતા અધિનિયમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

