Morbi,તા.26
મોરબીની નદીમાં નવજાત બાળકીનો મૃતદેહ ત્યજી નિષ્ઠુર માતા નાસી ગઈ હતી કાલીન્દ્રી નદીમાં નવજાત બાળકીનો મૃતદેહ ત્યજી દીધેલ હાલતમાં મળી આવ્યો હતો જેથી પોલીસે અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મોરબી ૨ સામાકાંઠે મહેન્દ્રનગર પાવર હાઉસ પાસે રહેતા મનીષ રાજુભાઈ ભોજવિયાએ અજાણી સ્ત્રી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૪ જુનના સવારના નવ કલાક પૂર્વે કોઈપણ સમયે અજાણી સ્ત્રીએ જુના ઘૂટું રોડ પર નટડી માતાજી મંદિર પાસે કાલીન્દ્રી નદીમાં નવજાત બાળકનો જન્મ છુપાવવા જન્મ પહેલા કે જન્મતી વેળાએ મૃત્યુ પામેલ નવજાત બાળકીના મૃતદેહને ત્યજી દઈને નવજાત બાળકીના જન્મને ઈરાદાપૂર્વક છુપાવેલ અને છુપાવવાનો પ્રયાસ કરી મૃતક નવજાત બાળકીને ત્યજી દીધી હતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે અજાણી સ્ત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

