Rajkot,તા.26
રૈયા ચોકડી નજીક રસ્તામાં આંતરિ ભજીયા ના કારીગર યુવાનને પાઇપ ધોકા અને પથરા મારી ઇજા કર્યાના બનાવમાં જુના પાડોશીઓ સામે ફરિયાદ કરવામાં આવી છે.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ સીતારામ સોસાયટી શેરી નંબર ૭ હુડકો ક્વાર્ટર પાછળ રહેતા કિશનભાઇ સુરેશભાઈ સબર ૨૧ ગઈકાલે રાત્રે ૧૧/૩૦ વાગે પોતાની બહેનને ઘેર જતા હતા ત્યારે રૈયા ચોકડી નજીક નરેન્દ્ર ભાઈ, તેની પત્ની દયાબેન અને અજાણ્યા શખ્સોએ કિશન સબરને રસ્તામાં રોકી તું અહીંથી શા માટે નીકળે છે? તમારું ઘર વેચી નાખ્યું છે હવે તમારે આ વિસ્તારમાં ન આવવું! તેમ કહી ઝઘડો કરી લાકડાના ધોકા અને પથ્થરથી માર મારી કિશન સબરને ઈજા કરી હતી, આ બનાવ અંગે કિશનના પરિવારજનો એ જણાવ્યું હતું કે અગાઉ આરએમસી ક્વાર્ટર માં રહેતા હતા અને હવે ઘર બદલાવી નાખ્યું હોય, કિશન મિત્રોને મળવા જુના ઘર પાસે જતો આવતા હોય, જે નરેન્દ્ર અને તેની પત્નીને ગમતું ન હોવાથી આ હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું આ અંગે યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે હુમલાનો ભોગ બનનાર કિશન ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હોય પિતા ના અવસાન બાદ વૃદ્ધ માતા અને પરિવારનું ભરણપોષણ કરવા માટે કિશન ભજીયા બનાવવાના કારીગર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે