Jamnagar તા.28
કાલાવડ શહેરમાં અજાણ્યા તસ્કરોએ બંધ પડેલા બે ટ્રકને નિશાન બનાવ્યા હતાં. તસ્કરો ટ્રકમાંથી 15 હજારની કિંમતની બે બેટરની ઉઠાંતરી કરી નાશી ગયા હતાં. બનાવ અંગે ટ્રક માલિકે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
કાલાવડ પોલીસ મથકેથી ચોરીના આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર જામનગર જિલ્લાના કાલાવડમાં કુંભનાથપરા, વેલનાથચોકમાં રહેતાં ડ્રાઇઇવીંગનો ધંધો કરતાં આનંદભાઇ ભીખુભાઇ ગોહિલ (ઉ.વ.43) નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેણે ગત્ તા.9-8-2025ના રોજ પોતાના ઘરની નજીક ખુલ્લી જગ્યામાં પોતાના જીજે-08-ડબલ્યું-0118 અને જીજે-06-ઝેડ-9697 નંબરના બે ટ્રક પાર્ક કેલ હતાં.
જે ટ્રકમાંથી કોઇ અજાણ્યા તસ્કરો રૂા.15000 ની કિંમતની બે બેટરી ચોરી કરી નાશી ગયા હતાં. પોલીસે આનંદભાઇની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.