Morbi,તા.25
રેલ્વે સ્ટેશન રોડ પરથી અજાણ્યો ઇસમ બાઈક ચોરી કરી જતા ૪૬ વર્ષીય આધેડે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના નવલખી રોડ પર રહેતા નાનજીભાઈ જીવાભાઈ પરેસાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૦ ના રોજ બપોરે સાડા બારથી એક વાગ્યા દરમિયાન ફરિયાદીએ પોતાનું બાઈક જીજે ૦૩ સીએન ૯૮૩૩ કીમત રૂ ૪૦ હજાર વાળું રેલ્વે સ્ટેશન રોડ પર સુરજબાગ પાસે રાખ્યું હતું જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે એ ડીવીઝન પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે