Junagadh તા.11
માણાવદરના મીતડી ગામે રહેતા ફરીયાદી અને અન્ય સાહેદોની મીલ્કત પચાવી પાડવા તેના ભાઇ અન્ય બે મહીલા સહીત ચાર શખ્સોએ કાવત્રુ રચી કોર્ટમાં ખોટા દસ્તાવેજ ખોટુ વીલ -ખોટુ સોગંદનામુ કોર્ટમાં રજુ કરીને વિશ્વાસઘાત છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાઇ છે.
ફરીયાદી ગુણવંતભાઇ હીરાભાઇ મીયાત્રાએ ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.ર1/8/ર004ના કોઇ પણ વખતે તથા ર/1/ર01પના કોઇ પણ વખતે આરોપી તેના ભાઇ નરેન્દ્રભાઇ તેમના પત્નિ રેખાબેન નરેન્દ્રભાઇ, પરસોતમભાઇ દેવાભાઇ તેમના પત્ની લાભુબેન પરસોતમભાઇ રે.તમામ મીતડી વાળાઓએ ગુન્હાહીત કાર્ય કરર્યુ હોય ફરીયાદી ગુણવંતભાઇ હીરાભાઇ અને પરીવારના સદસ્યોની મીલ્કત પચાવી પાડવાનું ખોટુ દસ્તાવેજ પુરાવા ખોટું સોગંદનામું ખોટું વીલ કોર્ટમાં રજુ કરી તેનો ઉપયોગ કરી વિશ્વાસઘાત છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવતા પીઆઇ ડી.આર.પારઘીએ તપાસ હાથ ધરી છે.

