Morbi,તા.21
માળિયા હાઈવે પરથી જતા ટ્રેઇલરના ચાલકે કાબુ ગુમાવી દેતા વાહન લોખંડ એન્ગલ સાથે અથડાયા બાદ અન્ય ટ્રેઇલર સાથે અથડાઈ અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં ટ્રેઇલરની કેબીનમાં નુકશાન પહોંચતા બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
બિહારના વતની અનિલસિંહ શ્રીભુવલસિંહ ચંદ્રવંશીએ આરોપી ટ્રેઇલર એનએલ ૦૧ એજે ૩૮૮૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ટ્રેઇલર ચાલકે પોતાનું ટ્રેઇલર પુરઝડપે ચલાવી નીકળતા માળિયા હાઈવે પર લોખંડની એન્ગલ (વેલકમ બોર્ડ) સાથે ટ્રેઇલર અથડાવી બાદમાં ફરિયાદીના ટ્રેઇલર જીજે ૧૨ બીઝેડ પર ચડતા ફરિયાદીના ટ્રેઇલરની કેબીન ટોટલ લોસ કરી નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે