Morbi,તા.03
ટંકારા નજીક આવેલ ટ્રેક્ટર શો રૂમમાં વ્યાજના રૂપિયાની ઉઘરાણી મામલે ધમાલ કરનાર ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે આરોપીએ ઊંચા વ્યાજે રકમ આપી વ્યાજ સહીત મુદલ ચુકવ્યા છતાં ચેકો અને ખેતીની જમીનના દસ્તાવેજની ફાઈલ કઢાવી લીધાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના શનાળા રોડ પર પંચવટી સોસાયટીમાં રહેતા જય પ્રવીણભાઈ અંબાણીએ આરોપી દિનેશ ગગુભાઈ મકવાણા રહે ધર્મસૃષ્ટિ સોસાયટી, ઉમિયા સર્કલ પાસે મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે છ વર્ષ પૂર્વે કોલસાના ધંધામાં રૂપિયાની જરૂર પડતા રણજીતભાઈ ચાવડને વાત કરી હતી કે ધંધા માટે રૂ ૧૫ લાખની જરૂર છે જેને વાવડી રોડ પર આવેલ તેના મિત્ર દિનેશભાઈ મકવાણાની આસ્થા નામની ઓફિસમાં લઇ ગયા અને રણજીતભાઈની ઓળખાણને કારણે રૂ ૧૦ લાખ રોકડ ૧૫ ટકા વ્યાજે ત્રણ મહિનાની મુદત માટે અને બાકીના ૫ લાખ બે ત્રણ દિવસ બાદ આપ્યા હતા પંદર લાખમાંથી ૧૫ ટકા લેખે એક મહિનાનું એડવાન્સ ૨.૨૫ લાખ વ્યાજ કાપી બાકીના ૧૨.૭૫ લાખ આપ્યા હતા અને ફરિયાદીએ દોઢેક વર્ષ સુધી ૨.૨૫ લાખ લેખે માસિક વ્યાજ ચુકવ્યું હતું
અને આરોપીએ ૧૫ લાખ પરત માંગતા હાલ મારી પાસે રૂપિયા નથી જેથી દિનેશભાઈને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા વીરપર શાખાના રૂ ૫ લાખની રકમ લખેલ સહી વાળા ત્રણ ચેક તા. ૧૨-૧૧-૨૦૨૨ ના રોજ આપ્યા હતા એક મહિના બાદ રૂ ૧૫ લાખ અને એક મહિનાનું વ્યાજ રૂ ૨.૨૫ સહીત રૂ ૧૭.૨૫ લાખ ઓફિસે જઈને રોકડેથી ચૂકવી આપ્યા અને ચેકો પરત માંગતા આવતા જતા લઇ જજે કહ્યું હતું બાદમાં વીસેક દિવસ પછી દિનેશભાઈની ઓફિસે ગયો અને કોલસાના ધંધામાં રૂ ૫૦ લાખની જરૂર પડતા વ્યાજનો ગાળો ઓછો રાખજો કહેતા રૂ ૪૭ લાખ પાંચ ટકાના વ્યાજે આપવાનું નક્કી કરી વ્યાજના રૂ ૨.૪૦ લાખ બાદ કરી રૂ ૪૪.૬૦ લાખ રોકડા આપ્યા હતા અને સાડા ચાર વર્ષ સુધી માસિક રૂ ૨.૪૦ લાખ વ્યાજ આપતો હતો આજથી ત્રણેક માસ પૂર્વે દિનેશભાઈ ઓફિસે બોલાવી વ્યાજે આપેલા રૂ ૪૭ લાખ આપી દેજે કહેતા ધંધામાં મંદી છે થોડો સમય આપો બાદમાં તા. ૦૫-૦૮-૨૫ ના રોજ બપોરે પિતા પ્રવીણભાઈ અંબાણીનો ફોન આવ્યો અને દિનેશભાઈ બળજબરીપૂર્વક ટ્રેક્ટર મારૂતિ શો રૂમથી ગાડીમાં બેસાડી અપહરણ કરી ઓફિસે લઇ ગયા છે તું પૈસા નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપે છે જેથી તું અહી આવ કહ્યું હતું
જેથી ફરિયાદી અને શો રૂમમાં નોકરી કરતા નટુભાઈ તરત દિનેશભાઈની ઓફિસે ગયા હતા જ્યાં પપ્પાને ગાળો આપી રૂપિયાની માંગણી કરતા હતા અને થોડો સમય આપો તેમ કહ્યું પરંતુ આરોપીએ તાત્કાલિક રૂપિયાની માંગણી કરી હતી જેથી નટુભાઈને શો રૂમ પરથી પિતાના નામના ચાર ચેક લેવા મોકલ્યો હતો અને પપ્પાના સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા વીરપર શાખાના કુલ રૂ ૪૭ લાખના ચેકમાં બળજબરીપૂર્વક સહી કરાવી લીધી હતી અને રૂ ૪૭ લાખ એક મહિના પછી ૨.૪૦ લાખ વ્યાજ શીત ૪૯.૪૦ લાખ એક મહિના અંદર રોકડામાં ચૂકવી આપ્યા જેમાં રૂ ૨૫ લાખ, ૨૨ લાખ અને એક મહિનાનું વ્યાજ રૂ ૨.૪૦ લાખ નટુભાઈને આપી દિનેશભાઈને આપવાનું કહેતા રકમ દિનેશભાઈને તેની ઓફિસે જઈ આપી દીધી હતી અને દિનેશભાઈને ફોન કરી ચેક માંગતા હાલ બહાર છું પાંચ સાત દિવસ પછી ઓફિસે આવી લઇ જજે ગત તા. ૨૪-૦૯-૨૦૨૫ ના રોજ બપોરના દિનેશભાઈની ઓફિસે ચેક પટ માંગતા મને સમયસર રૂપિયા પરત નથી આપ્યા તારે ૧૫ ટકાના વ્યાજે રૂપિયા મને આપવાના થાય છે મારે તારી પાસેથી હજી રૂ ૬૪ લાખ લેવાના નીકળે છે કહેતા મેં તમને વ્યાજ સહીત મુદલ રકમ ચુકવી દીધી છે હવે સેના રૂપિયા આપવાના છે
જેથી ગાળો આપી મારવા લાગ્યા અને તારે અત્યારે ઘરે જવું હોય તો તારા ખેતરની ફાઈલ આપતો જ નહીતર જીવથી જઈશ કહેતા પપ્પાને ફોન કરી જાણ કરતા પપ્પા, કાકા પંચાસર રોડ પર આવેલ અઢી વીઘા ખેતરની દસ્તાવેજ ફાઈલ લઈને આવ્યા અને દિનેશભાઈને આપી અને આરોપીએ ચોસઠ લાખ રૂપિયા બે દિવસમાં નહિ આપ્યા તો તમે બંને બાપ દીકરાનું પૂરું કરી નાખીશ તેવી ધમકી આપી હતી તા. ૩૦-૦૯-૨૫ માં રોજ સાંજે ફોન પર કાકા મહેન્દ્રભાઈએ જાણ કરી હતી કે દિનેશભાઈ મકવાણા ટ્રેક્ટર શો રૂમે આવી તારા પપ્પા અને મને તેમજ સ્ટાફને ગાળો આપી ટ્રેક્ટર લઇ જવાની વાત કરી ટ્રેક્ટર ચાવી માંગતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જે અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આમ દિનેશભાઈ ઊંચા વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરી બળજબરીપૂર્વક સહી કરેલા ચેકો અને ખેતરના દસ્તાવેજની ફાઈલ કઢાવી લીધી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે