Bhavnagar,તા.02
શહેરના શાસ્ત્રીનગરમાં મિલકતનો કબ્જો લેવા ગયેલા બેંક અધિકારી અને મિલકતના માલિક વચ્ચે થયેલા ઝઘડા અને મારામારી અંગેની સામસામી પોલીસ ફરિયાદ શહેરના નિલમબાગ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની મળતી વિગતો પ્રમાણે મુળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ભાવનગરમાં રહેતા તથા કાળુભા રોડ ઈન્ડિયન બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા શુભાંકર શ્રીવિરેન્દ્રકુમાર ભારદ્વાજે નિલમબાગ પોલીસ મથકમાં મહેન્દ્ર મકવાણા, નરેશ ચાવડા, રાજ અને ભાવિન વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૬-૦૩ના રોજ સવારના ૧૦.૩૦ કલાકના અરસામાં શાસ્ત્રીનગર એલઆઈજી ૮૪ શેરીનં.૬ ખાતે કોર્ટના જપ્તી હુકમ અનુસંધાને કોર્ટ કમિશ્નર સાથે મિલકતનો કબ્જો લેવા ગયા હતા ત્યારે ઉક્ત લોકોએ મિલકતનો કબ્જો લેવા ના દઈ ફરજમાં રૃકાવટ કરી અપશબ્દો કહી ઢીકાપાટુંનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સામે પક્ષે નરેશભાઈ દેવશીભાઈ ચાવડાએ રાહુલ રાણા અને સુભાંકર વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ઉક્ત લોકોએ મકાન ખાલી કરો સીલ કરવાનું છે તેમ જણાવતા તેમણે કોર્ટનો મનાઈ હુકમ બતાવ્યો તે મનાઈ હુકમ નહી માની તેમનો સામાન વેરવિખેર કરી જ્ઞાાતિથી અપમાનિત કરી અપશબ્દો કહી ઢીકાપાટુનો મારમાર્યો હતો. આ અંગે નિલમબાગ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.