Morbi,તા.23
મોટા ભેલા ગામમાં નજીવી બાબતે બોલાચાલી અને મારામારી થવા પામી હતી જેમાં એક ઇસમેં માતા અને પુત્રને પથ્થરના ઘા મારી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે
માળિયા (મી.) તાલુકાના મોટા ભેલા ગામમાં રહેતા ભાનુબેન માવજીભાઈ રાઠોડ (ઉ.વ.૫૮) ફરિયાદ નોંધાવી છે કે ગામમાં જ રહેતો આરોપી ભાવેશ ખેંગાર ગોહેલ બે દિવસ પહેલા શેરીમાંથી પોતાની ગાડી લઈને નીકળ્યો ત્યારે શેરીમાં રહેતા પ્રેમજીભાઈએ ગાડી ધીરે ચલાવવા કહ્યું હતું જેથી ભાવેશે તેની સાથે બોલાચાલી કરી હતી અને નજીકમાં ફરિયાદીના દીકરા જેન્તીલાલ આ વિષે એવું બોલ્યા હતા કે જો અમારા ઘરે પ્રસંગ હોત તો ભાવેશ સાથે ઝઘડો થાય આમ વાત આરોપી સુધી પહોંચી જતા આરોપીએ દીકરા જેન્તીલાલ સાથે ઝપાઝપી કરી ઝઘડો કર્યો હતો અને તે બાબતનો ખાર રાખી આરોપી લાકડી લઈને ઘરે આવી ગાળો બોલવા લાગ્યો અને છુટા પથ્થરના ઘા મારતા ફરિયાદી ભાનુબેન અને દીકરા અશ્વિન ઉર્ફે અશોકને ઈજા પહોંચાડી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે