Morbi,તા.26
વાંકાનેરના ધમલપર ગામ નજીક આવેલ ૨૨૦ કેવી સબ સ્ટેશનમાંથી ૩૦૦ કિલોગ્રામનં કેપેસીટર બેંકના એક રીયકટરની અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે
રાજકોટના રહેવાસી નિકુંજભાઈ ભવાનભાઈ રામાણીએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી નિકુંજભાઈ GETCO માં ફરજ બજાવે છે હાલ તેઓ વાંકાનેર ખાતે નાયબ ઈજનેર તરીકે કાર્યરત છે અને ૨૨૦ કેવી વાંકાનેર સબ સ્ટેશનમાં ઇન્ચાર્જ તરીકે નોકરી કરે છે ગત તા. ૨૮ ફેબ્રુઆરીના રોજ વાંકાનેર આવ્યા અને ગાંગીયાવદર ગામે આવેલ ૬૬ સબ સ્ટેશન ખાતે ઇન્સ્પેકશનમાં ગયા જ્યાં ચિરાગ સુમનાણી સબ સ્ટેશનમાં જુનિયર ઈજનેર તરીકે ફરજ બજાવે છે તેઓએ ફોન કરી જણાવ્યું કે ૨૨૦ કેવી વાંકાનેર સબ સ્ટેશનમાં આવેલ કેપેસીટર બેન્કના ત્રણ રીયકટરમાંથી એક રીયકટર નથી જેથી ઇન્સ્પેકશન પૂર્ણ કરી અગિયાર વાગ્યા ૨૨૦ કેવી સબ સ્ટેશન આવ્યા હતા જ્યાં એક પૈકી એક રીયકટર જોવા મળ્યું ના હતું પૂછપરછ કરતા ગત તા. ૨૮ ફેબ્રુઆરીના રોજ રાત્રીના સિક્યુરીટી વાળા ગિરધરભાઈ કોબીયા રાત્રીના એક વાગ્યા આસપાસ પેટ્રોલિંગ માટે આવ્યા હતા અને ત્રણમાંથી એક રીયકટર નહિ હોવાની જાણ ના હતી અને આજુબાજુ તપાસ કરતા રીયકટર મળી આવ્યું નથી આજ સુધી તપાસ કરવા છતાં મળી આવ્યું નથી આમ ૩૦૦ કિલોગ્રામ વજનનું કેપેસીટર બેંકના એક રીયકટર કીમત રૂ ૫૦૦૦૦ વાળું અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે