Morbi,તા.25
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ સતત ચાલી રહી છે તેમજ નિયમો વિરુદ્ધ ખડકી દીધેલા બાંધકામો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે જેમાં આજે મનપા તંત્ર દ્વારા નિયમો વિરુદ્ધ ત્રણ કોમ્પ્લેક્ષની ૩૮ દુકાનો સીલ કરવામાં આવી હતી
મોરબીના દલવાડી સર્કલ પાસે ત્રણ કોમ્પ્લેક્ષ ખેતીની જમીન પર ઉભા કરવામાં આવ્યા હોવાથી આજે મનપા તંત્ર દ્વારા ત્રણ કોમ્પ્લેક્ષની ૩૮ દુકાનો સીલ કરવામાં આવી હતી ખેતીની જમીન પર ઉભા કરી દીધેલા ત્રણ કોમ્પ્લેક્ષની ૩૮ દુકાનોને મનપા તંત્રએ સીલ મારી દીધા છે તેમજ અધિકારીએ જણાવ્યું હતું કે ખેતીની જમીન પર નિયમો વિરુદ્ધ બાંધકામ કરવામાં આવ્યું હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે હાલ દુકાનો સીલ કરવામાં આવી છે જે આસામીઓ બિનખેતીની પ્રક્રિયા કરી નિયમો મુજબ બાંધકામ રેગ્યુલાઇઝ કરી સકે છે મોરબીમાં મનપા તંત્ર ગેરકાયદે બાંધકામો સામે તબાહી બોલાવી રહી છે શહેરમાં આવા અનેક બાંધકામો નિયમો વિરુદ્ધ ખડકી દેવામાં આવ્યા છે જેથી આવા આસામીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે