Surendranagar, તા.4
ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલની વિજિલન્સની 48 ટીમે દ્વારા વહેલી સવારથી 760 જેટલાં કનેકશનમાં ચેકીંગ હાથ ધરી 102 કનેકશનમાં વિજ ચોરી જડપી પાડી 44.50 લાખનો દંડ ફટકારવામાં આવતા વીજચોરી કરતા તત્વો સામે ફફડાટ ફેલાયો છે.
સુરેન્દ્રનગરની વિજીલન્સની 48 ટીમો સાથે પોલીસ એક્સ આમીઁમેન અને વીજકંપનીના અધીકારીઓ સાથે શહેર તથા ધાંગધ્રા તાલુકા પથકના વિસ્તારમાં અલગ અલગ ટીમ સાથે વહેલી સવારથી વીજચેકીંગ કામગીરી શરૂ કરવામાં આવતા ધરવપરા.કોમર્સીયલ. ખેતી સહીતના કુલ 760 કનેકશન ચેક કરવામાં આવ્યા હતા.
ત્યારે 102 કનેશનમાં વીજચોરી જણાતા 44.50 લાખ, રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો ત્યારે સવાર ચેકીંગ કામગીરી હાથધરવામા આવતા અનેક લોકો ઝપટે ચડી ગયા હતા.
ત્યારે આ અંગેની કામગીરી મુખ્ય ઈજનેર એન એન અમીન કાયઁપાલક ઈજનેર જે આર રતનુંબેનના માગઁદશઁન નીચે કામગીરી કરવામાં આવી ત્યારે વીજ ચેકીગ દરમ્યાન વીજકનેશનમાં વીજચોરી જણાતા 44.50 લાખના બીલ ફટકારવામાં આવ્યા હતા. આમા તંત્ર દ્વારા વીજચોરી કરતા તત્વો સામે હજીપણ કડકમાં કડક કાયઁવાહી કરવામા આવશે. તંત્રના આકરા વલણથી વીજચોર (લંગરીયા) તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

