ગાંધીનગર એકમના મદદનીશ નિયામકને મળેલ ફરિયાદ બાદ ડિકોય ટ્રેપ ગોઠવાય
Kadi તા.૨૦
રાજ્યમાં સરકાર દ્વારા સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ મેળવવા કેટલાક દસ્તાવેજો કાર્ડ તેમજ દાખલાઓ ફરજીયાત બનાવાયેલ હોવાથી આવા દાખલાઓ મેળવવા કે કાર્ડ કઢાવવા દરરોજ હજ્જારો લાભાર્થીઓને સરકારી કચેરીના ધરમ ધક્કા થઈ રહયા છે. જેમાં ઘણી બાબતો અરજદારના કેટલાક દસ્તાવેજોમાં સ્પષ્ટ દર્શાવાયેલ હોવા છતા તેને તંત્ર વાહકો ઘ્યાને ન લેતા હોવાથી સરકારી કચેરીઓમાં કામનુ ભારણ અને તુમાર પણ વધે છે. જેનો સીધો લાભ ઉઠાવી કેટલાક કર્મચારીઓ દ્વારા દાખલા કે પ્રમાણપત્રો અથવા કાર્ડ કાઢી આપવાના બદલામાં અરજદારો પાસેથી પ્રસાદરૂપે લાંચ માંગેલ છે. ગાંધીનગર એ.સી.બી.એકમના મદદનીશ નિયામક આશુતોષ પરમારના ઘ્યાને આ બાબત આવતા ડિકોયર તૈયાર કરી ડિકોય ટ્રેપ ગોઠવવા આયોજન કરેલ જેમાં કડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કોમ્પ્યુટર ઓપરેટર રૂા.૧૦૦ ની લાંચ લેતા ઝડપાય જવા પામેલ છે.
એ.સી.બી.ગાંધીનગર એકમ કચેરીના અધિકારી એ.કે.પરમારના માર્ગદર્શનમાં પોલીસ ઈન્સ્પેકટર એચ.બી.ચાવડાની દેખરેખમાં એક ડિકોયરને તૈયાર કરી છટકું ગોઠવવામાં આવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા અરજદાર(ડિકોયર)પાસેથી આયુષ્યમાન યોજનાનુ કાર્ડ કાઢી આપવાના બદલામાં રૂા.૧૦૦ ની લાંચ લેતા ઝડપાય જવા પામેલ છે.
Trending
- માઉન્ટ આબુમાં સેલ્ફી લેતી વખતે ખાણમાં ખાબકતા Ahmedabad ના યુવકનું મોત
- જુલાઈમાં Gujarat’s GST આવકમાં 15%નો વધારો
- ભારતના હિતો મુજબ જ નિર્ણય થશે : ટેરિફ મુદ્દે મોદીનો સ્પષ્ટ જવાબ
- રાહુલ પાસે કોઇ એટમબોમ્બ હોય તો જલ્દી ફોડી નાંખે : Rajnath Singh
- બે દિવસની રાહત બાદ Gold And Silver માં મોટો ઉછાળો
- Rajkot:ચોરાઉ બાઇક સાથે તસ્કર ઝડપાયો , બે ગુનાનો ભેદ ઉકેલાયો
- Rajkot:ચેકરિટર્ન કેસમાં સજાના વોરંટ ની ફરારી મહિલાને પોલીસે દબોચી
- Rajkot: ઘર પાસેથી નીકળવા બાબતે પડોશી યુવક પર હુમલો