Jamnagar તા ૨૬,
જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતી મૂળ ઉત્તર પ્રદેશની વતની પરપ્રાંતીય યુવતી પોતાના ઘેરથી એકાએક લાપત્તા બની ગઈ છે, અને પરિવારજનો તેમજ પોલીસ સ્ટાફ દ્વારા તેણી ની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
જામનગર તાલુકાના દરેડ ગામમાં આદમભાઈ નામના મકાન માલિક ની ઓરડી માં ભાડેથી રહેતી મૂળ ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાની વતની પ્રીતિબેન દયારામ ભાઈ મોર્ય નામની ૨૧ વર્ષની અપરણીત યુવતી કે જે ગત ૨૩ તારીખે પોતાના ઘેરથી એકાએક લાપતા બની ગઈ હતી.
પરિવારજનો દ્વારા તેણીની અનેક સ્થળે શોધખોળ કર્યા પછી પણ કોઈ પત્તો સાંપડ્યો ન હતો. આખરે આ મામલો પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પરિવારજનો દ્વારા પ્રીતિબેન ગુમ થઈ ગયા ની ગુમનોંધ કરાવી છે. જેને પોલીસ શોધી રહી છે.