Rajkot.તા.30
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફાયર સેકટીના નામે કરોડો રૂપિયાના બિલ પાસ કરાવી મુવિધાના નામે લોલીપોપ આપતા અધિકારીઓ છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસ દ્વારા આ ભષ્ટાચારને ઉજાગર કરવામાં આવ્યો હોવા છતાં સિવિલની માનીતી એજન્સીઓના બિલ પાસ કરાવીને પ્રજાના રૂપિયા લૂંટવામાં આવી રહ્યા છે. નવી ફાયર મેકરી નું ટેન્ડર
20 લાખ રૂપિયાનું રાખવામાં આવ્યું એ જોતા જ લાગે કે સિવિલ તંત્ર અને ફાયર એજન્સીની મિલી ભગત છે કારણ કે ફાયર ના સાધનો હિસાબ માંડીએ તો આખી સિસ્ટમ ચાલુ કરવા માટે અંદાજિત કિંમત દોઢ થી બે કરોડ રૂપિયા થાય અને ટેન્ડર બહાર પાડવામાં આવે માત્ર 20 લાખ રૂપિયાનું એટલે કોઈ અન્ય એજન્સી આમા હાથ નાખે નહીં અને ફરીથી કોન્ટ્રાક્ટ જૂની એજન્સીને જ મળે અને નવા સાધનોના ખરીદીના નામે તથા જૂના સાધનોના રિપેરિંગના નામે ધીમે ધીમે લાખોના બિલ પાસ કરાવી કરોડો રૂપિયા ભેગા કરી લે છે છેલ્લા કેટલાય સમયથી ફાયરના આ અડધા સાધનો બંધ હાલત છે ફાયર બાટલાઓના સર્ટિફિકેટમાં પણ ગફલા જોવા મળી રહ્યા છે. હોસ્પિટલ બીજા ટીઆરપી કાંડની રાહ જોઈ રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. સ્ટેચરના વ્હીલ એકદમ જામ હોય છે લોખંડના સ્પીડ બેકર ઉપરથી પસાર થવું ખુબજ મુશ્કેલ થઈ શકે છે .રાજકોટ કોગ્રેસ હાથ સે હાથ જોડો સમિતિ પ્રમુખ કલ્પેશ ભાઈ કુંડલિયા દ્વારા લોકહિત માં વારંવાર સિવિલ તંત્રને આવેદન પત્રો પાઠવી પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે