Morbi,તા.21
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કમિશ્નરને પત્ર લખી માંગ
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લોકમેળાનું આયોજન કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવમાં આવી છે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાએ કમિશ્નરને પત્ર લખી રજૂઆત કરી છે
રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી શહેરમાં અગાઉ નગરપાલિકા કચેરી દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવતું હતું જે લોકમેળાનો આનંદ મોરબી શહેર અને આસપાસના ગામડાંના લોકો લાભ લેતા હતા પરંતુ ઘણા સમયથી કોઈ કારણોસર પાલિકા કચેરી દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવતું ના હતું તહેવારના દિવસોમાં લોકમેળો લોકો માટે આનંદ અને મનોરંજનનું ઉત્તમ માધ્યમ છે મોરબીમાં પ્રાઈવેટ મેળા થતા હોવાથી પ્રાઈવેટ મેળાના સંચાલકો વધુ પૈસા પડાવી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મેળાની મોજ માણી સકતા નથી
મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે અને શ્રાવણ માસની શુભ શરૂઆત થોડા દિવસોમાં થવાની છે ત્યારે મહાપાલિકા કચેરી દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવે તો સોનામાં સુગંધ ભળી જાય અને લોકો મેળાનો આનંદ માણી સકે માટે શ્રાવણ માસમાં લોકમેળાનું આયોજન કરવામાં આવે તેવી જનતા વતી માંગ કરી છે