ગુજરાતમાંથી ભરતસિંહ સોલંકી સ્ટાર પ્રચારક જાહેર
Jammu, તા.૧
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી માટે ૧૮મી સપ્ટેમ્બરથી મતદાનની શરૂઆત થવાની છે, ત્યારે આ ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ સહિત તમામ રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો ઉમેદવારોના નામ અને સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં લાગી ગયા છે. આજ ક્રમમાં કોંગ્રેસે આજે ૪૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, જેમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સીપીસી ચેરપર્સન સોનિયા ગાંધી અને સાંસદ રાહુલ ગાંધીનો પણ સમાવેશ થાય છે.
કોંગ્રેસના મહાસચિવ કે.સી.વેણુગોપાલ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જયરામ રમેશ, અંબિકા સોની, અજય માકન, સલમાન ખુર્શીદ અને કન્હૈયા કુમારના નામ સામેલ છે. આ ઉપરાંત હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત ગુજરાતમાંથી કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની પસંદગી કરવામાં આવી છે.
કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી
મલ્લિકાર્જુન ખડગે
સોનિયા ગાંધી
રાહુલ ગાંધી
રજની પાટીલ
રાજીવ શુક્લા
મનીષ તિવારી
પ્રિયંકા ગાંધી વાડ્રા
ઈમરાન પ્રતાપગઢી
કે.સી.વેણુગોપાલ
કિશોરી લાલ શર્મા
અજય માકન
રણજીત રંજન
અંબિકા સોની
રમણ ભલ્લા
ભરતસિંહ સોલંકી
તારાચંદ
તારિક હમીદ કરરા
ચૌધરી લાલ સિંહ
સુખવિંદર સિંહ સુખુ
પીરઝાદા મોહમ્મદ સઈદ
જયરામ રમેશ
ઈમરાન મસૂદ
ગુલામ અહેમદ મીર
પવન ખેડા
સચિન પાયલટ
સુપ્રિયા શ્રીનેત
મુકેશ અગ્નિહોત્રી
કન્હૈયા કુમાર
ચરણજીત સિંહ ચન્ની
મનોજ યાદવ
સલમાન ખુર્શીદ
શાહનવાઝ ચૌધરી
સુખજિન્દર સિંહ રંધાવા
રાજેશ લીલોઠીયા
અમરિન્દર સિંહ રાજા વારિંગ
અલકા લાંબા
સૈયદ નાસિર હુસૈન
શ્રીનિવાસ બી.વી.
વિકાર રસૂલ વાની
નીરજ કુંદન
જમ્મુ-કાશ્મીરમાં કુલ ૯૦ વિધાનસભા બેઠકો માટે ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. ૧૮ સપ્ટેમ્બરે પ્રથમ તબક્કામાં, ૨૫ સપ્ટેમ્બરે બીજા તબક્કામાં અને પહેલી ઓક્ટોબરે ત્રીજા તબક્કામાં મતદાન થશે.
જ્યારે મતગણતરી ૮ ઓક્ટોબરે થશે. જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કર્યું છે. ૨૦૧૪ પછી જમ્મુ અને કાશ્મીરમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હશે, કારણ કે ૨૦૧૯માં કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવી હતી. ત્યારથી જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થઈ નથી.