Morbi,તા.29
પ્રભારી, પ્રદેશ પ્રમુખ સહિતના અગ્રણીઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા
આજે મોરબીમાં કોંગ્રેસની જન આક્રોશ સભા માટે પધારેલા કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા સહિતના અગ્રણીઓએ પત્રકાર પરિષદ સંબોધી મોરબી જીલ્લાના પ્રાણ પ્રશ્નો અંગે સરકારને આડેહાથ લીધી હતી
પત્રકાર પરિષદ સંબોધતા કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે રાજ્યના ખેડૂતોની સ્થિતિ, મોરબીના સિરામિક ઉદ્યોગના પ્રશ્નો અને ભ્રષ્ટાચાર સહિતના મુદે જનાક્રોશ વ્યક્ત કર્યો હતો અતિવૃષ્ટિને કારણે ખેતીને નુકશાન થયું છે ગુજરાત સરકાર ખેડૂતોના પ્રશ્નોને પ્રાથમિકતા આપતી નથી તેમજ નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના રિપોર્ટનો ઉલ્લેખ કરતા ૩૮૧ ખેડૂતોએ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું તેમજ સિરામિક ઉદ્યોગના ગેસના ભાવ, રો મટીરીયલ્સની કીમતોમાં વધારો સહિતના પ્રશ્ને ઉધોગપતિઓ પરેશાન છે અને તમામ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા જણાવ્યું હતું
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આજે મોરબી ખાતે કોંગ્રેસની અગત્યની બેઠક યોજાઈ હતી જેમાં સંગઠન બાબતે તેમજ આગામી જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા ચુંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી ઝુલતા પુલ દુર્ઘટના અંગે અમિતભાઈ ચાવડાએ મોરબી પાલિકાના ભાજપના ૫૨ નગરસેવકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી મોરબીમાં ભ્રષ્ટાચાર ચારેતરફ હોવાનું જણાવ્યું હતું કમોસમી વરસાદથી મોરબીના ખેડૂતો આર્થીક રીતે પાયમાલ થયા છે જેથી સરકાર તાત્કાલિક ખેડૂતો માટે ખાસ પેકેજની જાહેરાત કરે તેવી માંગ કરી છે

