New Delhi તા.16
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પેટની બીમારીને લઈને તેમને ગેસ્ટ્રો વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે 7 જૂને સોનિયા ગાંધીને સીમલામાં મેડીકલ ચેકઅપ માટે દાખલ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી સોનિયા ગાંધીની તબીયત ખરાબ હોવાની ખબરો આવતી રહે છે.