New Delhi, તા.1
કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રમુખ મલ્લીકાર્જુન ખડગેની તબિયત અચાનક લથડતા બેંગ્લોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તાવ સહીતની બિમારી સબબ 83 વર્ષિય નેતાને સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલનાં તબીબોએ કહ્યું કે ચિંતાની કોઈ વાત નથી તબીબો દેખરેખ રાખી રહ્યા છે.
રાજયસભાનાં વિપક્ષી નેતા એવા મલ્લીકાર્જુન ખડગે ગત 24 મીએ પટણામાં યોજાયેલી કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠકમાં સામેલ થયા હતા.
તેઓ આગામી 7 મી ઓકટોબરે નાગાલેન્ડનાં કોહીમામાં જાહેરસભા સંબોધવાના છે જોકે નાદુરસ્ત તબિયત બાદ કાર્યક્રમમાં ફેરફાર થાય છે કે કેમ તે જોવાનું રહેશે.




