Amreli.તા.8
બાબરામાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેતી બચાવ સત્યાગ્રહ આંદોલન કરી દેવા માફીની માંગ કરી રેલી સ્વરૂપે મામલતદાર ને આવેદનપત્ર આપી ખેડૂતો ને સહાય કરવા રજુઆત કરાઈ હતી જેમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપભાઈ દૂધાત, પરેશભાઈ ધાનાણી જેનીબેન ઠુમર અને ઈન્દ્રનિલ રાજ્યગુરુ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. બાબરામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ની ખેતી નિષ્ફળ ગઈ છે.
મગફળી કપાસ સોયાબિન સહિતના પાક નિષ્ફળ જતા ખેડૂતો દેવા ના ડુંગર હેઠળ દબાય જતા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો ને પૂરતો સહકાર આપવામાં આવે અને ખેડૂતો નું દેવું માફ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન કરવામાં આવી રહ્યું છે.
ત્યારે બાબરામાં બપોરે 2 થી 5 અહીં દરેડ રોડપર કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, રાજ્યના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર,રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના અગ્રણીઓમાં અહીં ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન યોજાયું હતું જેમાં તાલુકામાં થી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા તમામ અગ્રણીઓ દ્વારા ખેડૂતો ની વેદના બની એકી અવાજે રાજ્ય સરકાર દેવા માફી કરે તેવી માંગ કરી રેલી સ્વરુપે મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતું

