કોંગ્રેસ દ્વારા મોદી અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વચ્ચેની વાતચીતનો વીડિયો બનાવવામાં આવ્યો છે
New Delhi, તા.૨૨
અનેક વિવાદો બાદ, કોંગ્રેસે PM મોદીનો વધુ એક છૈં વીડિયો જાહેર કર્યો છે. તેમાં PM મોદી અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વચ્ચેની વાતચીત બતાવવામાં આવી છે. વીડિયોમાં, PM મોદી જ્ઞાનેશ કુમારને પૂછતા જોવા મળે છે કે, રાહુલ ગાંધી આટલા બધા ખુલાસા કેવી રીતે કરી રહ્યા છે. જણાવી દઈએ કે, કોંગ્રેસે પોતાના ઠ એકાઉન્ટ આ વીડિયો શેર કર્યો છે.
રાહુલ ગાંધીને વોટ ચોરી જેવા ખુલાસા કરવામાં કોણ મદદ કરી રહ્યું હતું, તે અંગે ઘણી ચર્ચા થઈ હતી. ત્યારે તાજેતરની એક પ્રેસ કોન્ફરન્સમાં, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખુલાસો કર્યો હતો કે, તેમને ચૂંટણી પંચની અંદરથી મદદ મળી રહી છે. આ વીડિયોમાં, ઁસ્ મોદી જ્ઞાનેશ કુમારને આ જ પ્રશ્ન પૂછે છે, જેનાથી જ્ઞાનેશ કુમાર સ્તબ્ધ થઈ જાય છે.
વીડિયોમાં, મુખ્ય ચૂંટણી કમિશનર PM મોદીને “માલિક” કહીને સંબોધે છે. વીડિયોમાં PM મોદી કહે છે કે, “મેં તમને જે માંગ્યું તે આપ્યું, તો પણ રાહુલ ગાંધી દરરોજ નવા ખુલાસા કરી રહ્યા છે. આ પ્રશ્નના જવાબમાં, જ્ઞાનેશ કુમાર PM મોદીને “માલિક” કહીને સંબોધીને કહે છે કે, “માલિક, મને ખબર નથી કે, આ બધું કેવી રીતે થઈ રહ્યું છે.”
આ વાતચીતની વચ્ચે, એક માણસ રૂમમાં પ્રવેશ કરે છે, કહે છે, “માલિક, આ જુઓ,” અને રિમોટથી ટીવી ચાલુ કરે છે. રાહુલ ગાંધી ટીવી પર કહે છે કે, મોદીને લાગે છે કે, બધા વેચાઈ ગયા છે, પરંતુ આજે પણ, ઘણા પ્રામાણિક લોકો લોકશાહી બચાવવા માંગે છે. ચૂંટણી પંચમાં કેટલાક લોકો પણ અમને મદદ કરી રહ્યા છે. આ જોઈને, PM મોદી ચોંકી જાય છે અને જ્ઞાનેશ કુમાર તરફ જુએ છે. પછી, જ્ઞાનેશ કુમાર ગાયબ થઈ જાય છે.
જ્ઞાનેશ કુમાર PM મોદીની ઓફિસમાંથી બહાર દોડીને ભાગી જાય છે. દોડતા દોડતા તે કહે છે કે, “મેં વિચાર્યું હતું કે, હું મારા સ્ટાફ પર દબાણ કરીને મોદીજીનો ખેલ કરી દઈશ. પરંતુ કેટલાક લોકોએ મારું જીવન બરબાદ કરી દીધું છે. હવે, હાઇડ્રોજન બોમ્બ આવશે. તો હું મારો ચહેરો બતાવવા લાયક નહીં રહું.”