Junagadhતા. ૨
જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજ જોષીની એક યાદી મુજબ, કોંગ્રેસ પક્ષનાં રાષ્ટ્રીય નેતા રાહુલજીની સીધી દેખરેખ હેઠળ ગુજરાતનાં તમામ શહેરોમાં વોર્ડ પ્રમુખની નિમણૂંક કરવા માટે “સંગઠન સૃજન અભિયાન” શરુ થઇ ચૂક્યું છે. જે અંતર્ગત જુનાગઢ શહેરના વોર્ડ પ્રમુખની પસંદગી કરવા માટે પ્રદેશ નેતા ચેતનભાઈ ખાચર તથા વશરામભાઇ સાગઠીયાની પ્રદેશ કક્ષાએથી પ્રભારી તરીકે નિમણૂંક થઇ છે.
આ બંને પ્રભારીઓ આગામી તા. ૪ ઓગસ્ટ થી ૫ ઓગસ્ટ એમ બે દિવસ સુધી જુનાગઢ ખાતે રોકાણ કરી, વોર્ડ પ્રમુખની પસંદગી પ્રક્રિયા અને સેંશ પ્રક્રિયા હાથ ધરશે. તથા વોર્ડ પ્રમુખ મિનિમમ ધો. ૧૨ પાસ અને ૫૦ વર્ષ સુધીની ઉમરના પસંદ કરવા પ્રદેશ કક્ષાએથી માપદંડ નક્કી થયેલ છે. તથા સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયે વોર્ડ પ્રમુખ તરીકેની પસંદગી પ્રક્રિયાનો આખરી નિર્ણય પ્રભારીનાં રિપોર્ટનાં આધારે પ્રદેશ કક્ષાએથી થશે.
જુનાગઢ શહેરમાં જે કોઈ કોંગી આગેવાન વોર્ડ પ્રમુખ બનવા માંગતા હોય તેવા વોર્ડ નં. ૧ થી ૮ ના અગ્રણીઓએ તા. ૪ ઓગષ્ટના અને વોર્ડ નં. ૯ થી ૧૫ ના અગ્રણીઓએ તા. ૫ ઓગસ્ટના રોજ કોંગ્રેસ ભવન, ખાતે ટેકેદારો સાથે અચૂક હાજર રહેવા નિવેદન છે.