Mithapur, તા.23
દેવભૂમિ દ્વારકા જિલ્લા તરફ આવતો વિદેશી શરાબનો જથ્થો પોલીસે પકડી ૪૬.૧૨ લાખનો મુદામાલ કબ્જે લીધેલો છે. આ માતબર જથ્થો દમણથી દ્વારકા વિસ્તારમાં આવી રહ્યો હતો.
આ જથ્થાને ધંધુકા પોલીસે ઝડપેલ છે. મીનરલ વોટરની આડમાં આ દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. આ જથ્થો મંગાવનાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાણપર ગામનો વ્યક્તિ અને દમણનો એક વ્યક્તિ ફરાર હોવાનું સામે આવેલ છે.