New Delhi, તા. 15
ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર સમજુતી ગમે ત્યારે થઇ શકે છે અને તેના કારણે ભારતના વ્યાપારીઓ ખાસ કરીને જે અમેરિકી આયાત પર કસ્ટમ ડયુટીમાં મોટો ઘટાડો થઇ શકે છે તેના ભારતના બંદરો પર પહોંચેલા kvdસાઇનમેન્ટ લેવામાં પણ હવે વિલંબ કરી રહ્યા છે.
ખાસ કરીને અમેરિકન ડ્રાયફ્રુટ પરનું ટેરીફ જે હાલ અત્યંત ઉંચો છે તેમાં મોટો ઘટાડો થઇ શકે છે. મુંબઇ સહિતના બંદરો પર આ પ્રકારે ડ્રાયફ્રુટ વગેરેનો મોટો જથ્થો કસ્ટમ કલીયરન્સ માટે પડયો છે.
પરંતુ તેમાં અમેરિકી અખરોટ પર 100 ટકાની ડયુટી છે જે ઘટીને 10થી 20 ટકા થઇ શકે છે. આ ઉપરાંત કેલીફોર્નિયાની વિખ્યાત બદામની આયાત ડયુટી અત્યંત ઉંચી છે તે 10 થી 20 ટકા સાથે અને એક વખત ડ્યુટી ઘટયા બાદ વેપારીઓ તેમના આયાત કરેલા ડ્રાયફ્રુટનું કસ્ટમ કલીયરન્સ કરાવે તેવા સંકેત છે.
જેના કારણે હાલ બંદરો પર આયાત કરાયેલા ડ્રાયફ્રુટના મોટા કન્સાઇનમેન્ટ યથાવત પડયા છે કયારેક તેના પર પેનલ્ટી વસુલાય તો પણ અંતે તે સસ્તામાં પડશે તેવું વેપારીઓ માને છે.