New Delhi,તા.9
લડાયક વિમાન રાફેલને બદનામ કરવાનું કાવતરૂ ચાલી રહ્યું છે અને ચીન અને પાકિસ્તાન આ બોગસ ન્યુઝ ફેલાવી રહ્યા છે તેમ ફ્રાંસીસી સૂત્રોએ જણાવ્યું છે. સૂત્રોએ જણાવ્યું છે કે આવી ખોટી ખબર અને વીડિયો સોશિયલ મીડિયામાં ફેલાવીને રાફેલ ફાઈટર જેટની છબી ખરાબ કરવામાં આવી રહી છે.
સૂત્રો મુજબ જયારથી ભારતે પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા પર હુમલા કરવા માટે રાફેલ વિમાનોનો ઉપયોગ કર્યો, ત્યારથી આ અફવા ફેલાવવામાં આવી રહી છે કે આ ફાઈટર જેટ આશા મુજબ કામ નતી કરી રહ્યા.
ફ્રાંસીસી સૂત્રોનું કહેવું છે કે, પાકિસ્તાનથી ખોટી જાણકારી ફેલાવવામાં આવી રહી છે. તેને ચીનના સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહી છે. જેમાં ટિકટોક વીડિયો સોશિયલ મીડિયા પોસ્ટ અને ખોટું ટેકનિકલ વિશ્લેષણ સામેલ છે.
ચીની સોશિયલ મીડિયા અને મીડિયા એવું દેખાડવાની કોશિશ કરે છે. ભારતના ઓપરેશન સિંદૂર બાદ ઈન્ડોનેશિયા ફ્રાન્સથી રાફેલ જેટ ખરીદવાની યોજના પર ફરીથી વિચાર કરી રહ્યું છે. પણ આ દાવો ખોટો સાબિત થયો. ફ્રાન્સ અને ઈન્ડોનેશિયાએ 2022માં આપેલ ઓર્ડરને વધુ આગળ વધારવા માટે વધારાના રાફેલ જેટ ખરીદવા માટે એક સમજૂતી પર હસ્તાક્ષણ કર્યા છે.
ફેક ન્યુઝમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ત્રણ રાફેલ વિમાનોને તોડી પડાયા. આ મામલે ભારત સરકારે ખુલાસો કર્યો હતો કે આ દાવા ખોટા છે. બધા પસંદ કરાયેલા લક્ષ્યોને સફળતાથી નિશાન બનાવયા હતા.