Ayodhya તા.29
અયોધ્યામાં રામમંદિર બનીને પુરી રીતે તૈયાર છે. આ બાબતની જાણકારી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના શ્રદ્ધાળુઓએ આપી છે. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રે સોશિયલ મીડીયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે મંદિર નિર્માણ સંબંધી બધા કાર્યો પુરા થઈ ગયા છે.
અર્થાત મુખ્ય મંદિર અને બાઉન્દ્રી વોલના 6 મંદિર- ભગવાન શિવ, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, સુર્યદેવ, દેવી ભગવતી, દેવી અન્નપૂર્ણા અને શેષ અવતાર મંદિર પણ પૂર્ણ થઈ ચૂકયા છે. તેમના પર ધ્વજ દંડ અને કળશ પણ સ્થાપિત થઈ ચૂકયા છે.
દર્શનાર્થીઓની સુવિધાવાળા બધા કાર્યો પુરાંઃ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રે જણાવ્યું હતું કે જે કાર્યોનો સીધો સંબંધ દર્શનાર્થીઓની સુવિધા કે વ્યવસ્થા સાથે છે, તે બધા કાર્યો પુરા થઈ ચૂકયા છે.
હાલ એ કાર્યો ચાલે છે જેનો સીધો સંબંધ જનતા સાથે નથી, જેમકે 3.4 કિ.મી. લાંબી ચાર દિવાલ, ટ્રસ્ટ કાર્યાલય, અતિથિ ગૃહ, સભાખંડ.
જટાયુ અને ખિસકોલીની પ્રતિમાઓ સ્થાપિતઃ આ ઉપરાંત સપ્ત મંડપ અર્થાત મહર્ષિ વાલ્મીકી વશિષ્ઠ, વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ, શબરી તેમજ ઋષી પત્ની અહલ્યા મંદિરોનું નિર્માણ પુરુ થઈ ચૂકયું છે. સંત તુલસીદાસ મંદિર પણ પુરું થઈ ચૂકયું છે. સાથે-સાથે જટાયુ અને ખિસકોલીની પ્રતિમા પણ સ્થાપિત થઈ ચૂકી છે.
પેરાશૂટના કાપડમાંથી બનશે રામમંદિરનો ધર્મધ્વજ
સોનાની ટીમે ધ્વજનું સુરક્ષા પરિક્ષણ કર્યું
અયોધ્યાઃ રામમંદિરનું નિર્માણકાર્ય સંપન્ન થવાને પગલે ભવ્ય ધ્વજારોહણ સમારોહની તૈયારી ચાલી રહી છે. મંદિર નિર્માણ સમીતીના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રે જણાવ્યું હતું કે રામમંદિર પરિસર સહિત કુલ આઠ મંદિરોમાં ધર્મ ધ્વજ ફરકાવવામાં આવશે. આ ધજાઓના કપડાની પસંદગી અને તેની સુરક્ષિત સ્થાપનાને લઈને સેનાની ટેકનીકલ ટીમ પાસેથી સલાહ લેવાઈ છે.
જે મુજબ ધર્મ ધ્વજ પેરાશૂટના કપડામાંથતી બનશે જે ટકાઉ અને સુરક્ષિત હશે અને ભારે પવન વાવાઝોડાથી પણ નુકશાન નહીં પામે. ધ્વજ 11 ફુટ લાંબા દંડ પર 22 ફુટની પહોળાઈમાં લહેરાશે.
રામમંદિરનો મુખ્ય ધ્વજ 360 ડિગ્રીમાં ફરતી બોલ બેરિંગ સિસ્ટમ આધારિત હશે. ધ્વજના કેસરિયા રંગમાં સૂર્યદેવ, ઓમકાર અને કોવિદાર વૃક્ષના ચિહન અંકીત થશે. ધ્વજારોહણ 25 નવેમ્બરે પીએમ મોદીના હસ્તે થશે.
શિયાળાની ઋતુમાં રામમંદિરમાં દર્શન-આરતીના સમયમાં ફેરફાર
અયોધ્યાઃ અયોધ્યા રામ જન્મભુમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામલલ્લાનાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરી નવુ ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. શિયાળાનાં આગમનની સાથે મંદિરમાં દર્શનના સમયમાં કેટલાંક ફેરફાર કરાયા છે જે મુજબ હવે સવારે 7 વાગ્યાથી રામલલ્લાના દર્શન કરી શકાશે.
દર્શન રાતના 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ સાથે જ બપોરે ભોગ અને આરતી દરમ્યાન મંદિરમાં કપાટ લગભગ એક કલાક માટે બંધ રહેશે. મંગળા આરતી પહેલા સવારે જ વાગ્યે થતી હતી.
જે સવારે 4-30 વાગ્યે થશે.શૃંગાર આરતી પહેલા 6 વાગ્યે થતી હતી તે સવારે 6-30 વાગ્યે થશે.દર્શન સમય પહેલા સવારે 6-30 વાગ્યે શરૂ થતો હતો તે હવે સવારે 7 વાગ્યાથી શરૂ થશે.

