Dubai,તા.06
મહિલા વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ફરી એક નવો વિવાદ જોવા મળ્યો છે. પહેલા નો હેન્ડશેક અંગે વિવાદ સર્જાયો હતો અને ત્યારબાદ ટોસ સમયે હગામો થયો અને હવે એક પાકિસ્તાની બેટ્સમેનના આઉટ થવા પર વિવાદ થયો છે.
પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાની બોલાચાલીને કારણે મેચ લાંબા સમય સુધી રોકી રાખવામાં આવી હતી. ભારતની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ પાકિસ્તાની બેટ્સમેનને આઉટ કરી હતી.
આ ઘટના ત્યારે બની જ્યારે ક્રાંતિ ગીડે ઇનિંગની ચોથી ઓવરનો છેલ્લો બોલ ફેંક્યો હતો. દીપ્તિ શર્માનો રોકેટ થ્રો સ્ટમ્પ પર વાગ્યો અને રન દોડયા વિના મુનીબા અલી આઉટ થઈ ગઈ. ક્રાંતિ ગૌડે મુનીબાને ઇનકમિંગ ડિલિવરી ફેંકી અને તે બોલને સમજી શકી નહીં.
ભારતે જોરદાર અપીલ કરી પણ રિવ્યૂ લીધો નહીં. મુનીબાને ટચ થઈને બોલ દીપ્તિ શર્મા પાસે ગયો અને તેમણે તક ગુમાવી નહીં. મુનીબા રન દોડવાનો પ્રયાસ કર્યો નહીં, પરંતુ બેદરકારીપૂર્વક તેનું બેટ ક્રીઝની બહાર મૂક્યું.
દીપ્તિ શર્માને ડાયરેક્ટ હિટ કરી અને તેને આઉટ જાહેર કરવામાં આવી કારણ કે બોલ સ્ટમ્પ પર વાગ્યો ત્યારે તેનું બેટ હવામાં હતું.જ્યારે થડ અમ્પાયરે રિપ્લે જોયું, ત્યારે મુનીબાનું બેટ ક્રીઝની અંદર રાખવામાં આવ્યું ન હતું, જેના કારણે તેને આઉટ જાહેર કરવામાં આવી.
મુનિબાના રન આઉટથી ભારે હોબાળો મચી ગયો. ફાતિમાએ અમ્પાયર સાથે દલીલ કરી અને મેચ લાંબા સમય સુધી રોકી રાખવામાં આવી. હરમનપ્રીત કૌર પણ અમ્પાયર સાથે વાત કરતી જોવા મળી.
જો કે, આખરે મુનિબાને મેદાનની બહાર જવું પડયું. પાકિસ્તાનની ટીમને આ પહેલો ઝટકો ફક્ત 6 રનના સ્કોર પર લાગ્યો હતો. ત્યારબાદ ક્રાંતિ ગૌરે બે વધુ બેટ્સમેનોને આઉટ કરીને પવેલિયનનો રસ્તો બતાવ્યો.