પૂર્વ ડિરેક્ટર કટોચે પુત્રને અને પૂર્વ વહીવટી અધિકારી વાળાએ તેના ભાઈને નોકરીમાં રાખ્યાનો આક્ષેપ
Rajkot,તા.02
સૌરાષ્ટ્રના પાટનગર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એઈમ્સ ફરી વિવાદમાં આવતા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જેમાં પૂર્વ ડિરેક્ટર કટોચ અને પૂર્વ વહીવટી અધિકારી વાળાએ તેના સગા સંબંધીને નોકરીએ રાખ્યાના આક્ષેપ હતા સાંસદ રૂપાલા દ્વારા યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે. રાજકોટ AIMS હોસ્પિટલ એઈમ્સ શરૂ થઈ બે વર્ષ થયા પરંતુ અનેકવાર હોસ્પિટલમાં અપુરતા સાધનો અને અગવડતાને લઇને ફરિયાદો ઉઠતી રહે છે. રાજકોટ એઈમ્સ ભરતી મુદ્દે તેમજ અસુવિધાને લઇને પણ વિવાદમાં આવતી રહે છે. રાજકોટ એઇમ્સમાં ભરતી કૌંભાડ થયુ હોવાના આક્ષેપો થઇ રહ્યાં છે. ડો.કટોચના દિવ્યાંગ પુત્ર ભાવેશ કટોચની બંને આંખમાં તકલીફ છે. તેમનુ ડિસેબીલિટી સર્ટી હોવા છતા મેડિકલ ફિટ બતાવી તેમને રાજકોટ એઇમ્સમાં ક્લાસ 2 અધિકારી બનાવી દેવાયા છે. ચોકાવનારી વિગતો સામે આવી છે ભાવેશ કટોચ આંચકી દવા લેતા હતા અને આંચકી ઉપડતા એઈમ્સમાં દવા લીધી હતી. 60%નું ડિસેબીલિટી સર્ટી હોવા છતા કઈ રીતે તેમને મેડિકલ ફિટ ગણાવી શકાય? આ ઉપરાંત પૂર્વ વહીવટી અધિકારી જયદેવ વાળા પર પણ મામલે ગંભીર આરોપ લાગ્યાં છે. ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે ભાઈ રણજીત વાળાને નોકરીએ રાખ્યાનો આરોપ છે. આ સમગ્ મામલે એઈમ્સમાં ભરતી વિવાદને લઈ સાંસદ રૂપાલાએ ફરિયાદના આધારે તપાસના આદેશ આપ્યા છે. રૂપાલાએ જણાવ્યું કે, “એઈમ્સમાં કોઈ પણ ગેરરીતિ નહિ ચલાવી લેવાઇ. જે પ્રમાણે ભરતી ચાલી રહી છે અને જે વિવાદ થયો છે તે મુદ્દે પણ તેના ડિરેક્ટર સાથે ચર્ચા કરીશું” અસુવિધા અને અપૂરતા સાધનાનો લઇને એઇમ્સ પર સવાલ કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરની માગ છે કે.એઇમ્સમાં થયેલી આ ભરતીની પહેલેથી સંપૂર્ણ તટસ્થ તપાસ કરવામાં આવે અને તપાસ બાદ ડો.કટોચ સામે કાર્યવાહી કરવામાં આવે.