કેટલાક ફેરફારો પર વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું
New Delhi, તા.૧૬
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા તાજેતરમાં PF ખાતામાંથી ઉપાડને સરળ બનાવવા માટે અનેક મોટા ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે. જોકે, આ જાહેરાત બાદ, કેટલાક ફેરફારો પર વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું છે. વિપક્ષના વિરોધનું મુખ્ય કારણ PF ખાતામાં ૨૫% લઘુત્તમ બેલેન્સ રાખવાની ફરજિયાત અને પ્રી-મેચ્યોર ફાઇનલ સેટલમેન્ટ માટેની સમયમર્યાદા ૨ મહિનાથી વધારીને ૧૨ મહિના કરવાનો મુદ્દો છે. આ આરોપો છતાં, સરકારે આ બાબતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે.
EPFOએ PF ઉપાડ સરળ બનાવ્યો છે, જેમાં ડૉક્યુમેન્ટેશનની જરૂરિયાત દૂર કરી છે. હવે સભ્યો ૨૫% લઘુત્તમ બેલેન્સ છોડીને ૭૫% રકમ ઉપાડી શકશે. મુખ્ય પાંચ ફેરફારો આ મુજબ છે.
– પ્રી-મેચ્યોર સેટલમેન્ટ (નોકરી છોડવા પર)ઃ સમયરેખા ૨ મહિનાથી વધારીને ૧૨ મહિના (પેન્શન માટે ૩૬ મહિના) કરાઈ.
– ઉપાડની મંજૂરીઃ હવે બેરોજગારી કે નિવૃત્તિ સિવાય પણ ૨૫% મિનિમમ બેલેન્સ રાખીને સંપૂર્ણ રકમ (૭૫%) ઉપાડવાની મંજૂરી.
– કારણમુક્તિઃ PF ઉપાડવા માટે કારણ જણાવવાની જંજાળ અને ડૉક્યુમેન્ટેશનમાંથી મુક્તિ.
– આંશિક ઉપાડની મર્યાદા વધીઃ શિક્ષણ માટે ૧૦ વખત અને લગ્ન માટે ૫ વખત રકમ ઉપાડી શકાશે (અગાઉ કુલ ૩ વખતની મર્યાદા હતી).
– સર્વિસ ટેન્યોરઃ આંશિક ઉપાડ માટે સર્વિસ અવધિની મર્યાદા એકરૂપ કરીને ૧૨ મહિના નક્કી કરાઈ.
EPFO એ લાંબા ગાળાની નિવૃત્તિ બચત સુધારવાના ઉદ્દેશથી PF ઉપાડના નિયમોમાં મોટા ફેરફારોને મંજૂરી આપી છે, પરંતુ આનાથી રાજકીય વિવાદ શરૂ થયો છે. વિપક્ષ આ સુધારાને કઠોર અને કર્મચારીઓને સજા આપનારા ગણાવે છે. જોકે, કેન્દ્રીય શ્રમ મંત્રાલય દાવો કરે છે કે આ સંશોધિત માળખું લાખો કર્મચારીઓની સામાજિક સુરક્ષા મજબૂત કરશે. મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે PF ફંડનો ૨૫% હિસ્સો લૉક રાખવાથી સભ્યોને ૮.૨૫% વાર્ષિક વ્યાજ અને કમ્પાઉન્ડિંગનો સતત લાભ મળશે, જેનાથી નિવૃત્તિ ફંડ મોટું બનશે.
આ લઘુત્તમ બેલેન્સ નિયમની ટીકા કરતાં, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાકેત ગોખલેએ એવી દલીલ કરી કે આ નવો નિયમ કર્મચારીની મહેનતની કમાણીનો એક-ચતુર્થાંશ હિસ્સો અસરકારક રીતે નિવૃત્તિના સમય સુધી લૉક કરી દે છે. તેમણે પોતાની ઠ પોસ્ટ પર લખ્યું કે, કલ્પના કરો કે નોકરી છૂટી જાય અને તમારે બિલ તેમજ ઈસ્ૈં ચૂકવવાની હોય, તો પણ સરકાર તમને પૂરા એક વર્ષ સુધી તમારા પૈસા ઉપાડવાની મંજૂરી આપશે નહીં. ગોખલેએ વધુમાં જણાવ્યું કે બેરોજગારીની સ્થિતિમાં પણ, કર્મચારી માત્ર ૭૫% રકમ જ ઉપાડી શકશે.
સાંસદ સાકેત ગોખલેએ EPFOના નિયમોમાં થયેલા ફેરફારો સામે વધુ એક મુદ્દો ઉઠાવ્યો. તેમણે સમય પહેલા સંપૂર્ણ ઉપાડ માટેની સમયમર્યાદા ૨ મહિનાથી વધારીને ૧૨ મહિના અને EPS-95યોજના હેઠળ પેન્શન ઉપાડવા માટેની સમયમર્યાદા ૨ મહિનાથી વધારીને ૩૬ મહિના કરવાની ટીકા કરી. ગોખલેએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે આ નિર્ણય કર્મચારીઓની પોતાની બચત સુધીની પહોંચને અયોગ્ય રીતે મર્યાદિત કરશે. અગાઉ, નોકરી છૂટ્યા બાદ ૨ મહિનામાં EPFO બેલેન્સ ઉપાડી શકાતું હતું, પરંતુ હવે એક વર્ષની રાહ જોવી પડશે. તેમના મતે, પોતાના પૈસા ઉપાડવા માટે કર્મચારીએ હવે આખું એક વર્ષ બેરોજગાર રહેવું પડશે.
જ્યાં એક તરફ તૃણમૂલ કોંગ્રેસના સાંસદએ સરકારના નિર્ણયોની ટીકા કરી છે, ત્યાં બીજી તરફ ઝ્રમ્ અધિકારીઓ મુજબ, આ નિર્ણયનો હેતુ લાંબા ગાળાની બચતનું રક્ષણ કરવાનો અને સમય પહેલા ઉપાડને નિરુત્સાહિત કરવાનો છે, જે નિવૃત્તિ ફંડને ખતમ કરી નાખે છે. રિપોર્ટ્સ સૂચવે છે કે નિષ્ણાતો પણ આ વાત સાથે સહમત છે કે આનાથી EPFO સભ્યો તેમની સાચી જરૂરિયાતો માટે તેમની સંપૂર્ણ પાત્ર રકમનો ઉપયોગ કરી શકશે અને સાથે જ નિવૃત્તિ માટે એક સુરક્ષિત હિસ્સો પણ જાળવી શકશે.