Mumbai,તા.21
એસ.એસ રાજામૌલી દ્વારા પ્રિયંકા ચોપરા, મહેશ બાબુ તથા પૃથ્વીરાજ સુકુમારન સાથે બનાવાઈ રહેલી ફિલ્મનું ટાઈટલ ‘વારાણસી’ હોવાની જાહેરાત કરવા માટે તાજેતરમાં લખલૂટ ખર્ચે એક ગ્રાન્ડ ઈવેન્ટ યોજવામાં આવી હતી. પરંતુ, હવે આ ટાઈટલ અંગે જ કાનૂની વિવાદ સર્જાયો છે.
એક દાવા અનુસાર સીએચ સુબ્બા રાવ નામના નિર્માતા’વારાણસી ટાઈટલ’ તેલુગુ ફિલ્મ પ્રોડયૂસર કાઉન્સિલમાં લાંબા સમય પહેલાં રજિસ્ટર કરાવી ચૂક્યા છે અને આ ટાઈટલ પર તેમનો હક્ક છે.
જોકે, રાજામૌલીએ અગાઉ જ આ ટાઈટલ વિશે તપાસ કરાવી લીધી હતી અને તેમણે શાબ્દિક યુક્તિ અજમાવી ટાઈટલ લોન્ચ કરવાની ઈવેન્ટમાં સ્પેલિંગમાં ફેરફાર સાથે વારાણસી ટાઈટલ રીલિઝ કર્યું હતું.

