Rajkot,તા.21
સહકારી સંસ્થાઓ સર્વસમાવેશક, ગુણવત્તાસભર અને વૈશ્વિક કક્ષાની સેવાઓ વિકસાવે.-શ્રી સતીષજી મરાઠે
*સંસ્થાના સર્વાંગી વિકાસ માટે સહકારી ક્ષેત્રમાં જોડાયેલ સૌ ડાયરેક્ટરો (સેવાયોગીઓ) કે કર્મયોગીઓનું સાતત્યપૂર્ણ પ્રશિક્ષણ થતું રહે તે પદાધિકારીઓની જવાબદારી છે.-ઉદયજી જોશી
*સેવાવ્રતી કાર્યકર્તાઓને કારણે જ સહકાર ભારતી આજે રાષ્ટ્રનું સૌથી મોટું સહકારી સંગઠન છે,એમને વંદન કરવા અમે સૌ આવ્યા છીએ.- સંજયજી પાચપોર
સહકાર ભારતી ના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. ઉદયજી જોશી, અખિલ ભારતીય સંગઠન મંત્રી શ્રી સંજયજી પાચપોર અને સહકાર ભારતી ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ તથા વર્તમાનમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર શ્રી સતીશજી મરાઠેના પ્રેરણાદાયી વ્યાખ્યાનો.
સમારોહ નો પ્રારંભ સહકાર ગીત શ્રી નીતિનભાઈ મહેતા કરાવેલ .
મહેમાનો દ્વારા દીપ પ્રજલન કરી મંગલ પ્રાર્થના કરવામાં આવી.
શબ્દોથી વક્તાઓ અને શ્રોતાઓના સ્વાગત ડો.એન.ડી.શીલુએ કરેલ. એમના પ્રવચનમાં રાજકોટ સહકાર ભારતીનું વૃત તથા મહેમાનોનો પ્રતિભા પરિચય તથા એમણે કરેલ મહાકાર્યોની માહિતી આપી.
આજના આ સહકાર સંવાદમાં રાજકોટની બધી જ અર્બન કો ઓપરેટિવ બેન્કના પ્રતિનિધિઓ, રાજકોટની પ્રતિષ્ઠિત ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના પ્રમુખ મંત્રીઓ ઉપરાંત જામનગર,જુનાગઢ, અને મોરબીથી પધારેલા સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટના આંગણે જ્યારે સહકારી ત્રિદેવ પધારી રહ્યા છે ત્યારે ઘર આંગણે પધારેલી સહકાર રૂપી ગંગામાં સ્નાન કરવા નો લ્હવો કેમ ચૂકાય?
સહકાર ભારતીના ચારે ય વિભાગીય(ઝોન) એકમોના પદાધિકારીઓએ સમ્માન કર્યું.
અર્બન કો-ઓપરેટીવ બેંક પ્રકોષ્ઠના પદાધિકારીઓ
ક્રેડિટ કો-ઓપરેટીવ પ્રકોષ્ઠના સોસાયટીઓના, ભાજપ સહકાર સેલ
પદાધિકારીઓએ ઉપસ્થિત મહાનુભાવોનું સાલ ઓઢણી સન્માન કર્યું.
પ્રાસ્તાવિક વ્યાખ્યાનમાં શ્રી સંજયજી પાચપોરે* સહકાર ભારતી ના રાષ્ટ્રીય સ્વીકૃતિ અને વિકાસની વાતો કરી. પૂરા ભારતની અંદર આજે સહકાર ભારતીના એકમોની સ્થાપના થઈ છે. ફક્ત લક્ષદીપ અને પોંડીચેરી બે કેન્દ્રશાષિત વિસ્તારોમાં એકમોને સ્થાપના નથી થઈ પરંતુ સંપર્ક અવશ્ય થયો છે. અને ત્યાં સહકારી મંડળીઓની સ્થાપના ના પ્રયત્નો ચાલી રહ્યા છે.
સહકાર ભારતી દ્વારા રાષ્ટ્રના દરેક તાલુકા/તહેસીલમાં કામ કરતી સહકારી મંડળીઓ, પેક્સ તથા સેવા મંડળીઓની સંસ્કારીત કરવાનુ અભિયાન ચાલે છે અને અંદરોઅંદર સ્પર્ધા ટાળવા નવા ક્ષેત્રોમાં નવી સહકારી મંડળીઓ સ્થાપવા, આજીવન કાર્યકર્તાઓ, સંગઠન મંત્રી તરીકે સ્થાનિક સ્તરે કાર્યકર્તાઓનું ઘડતર કરી રહી છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. ઉદયજી જોશી* સહકાર ભારતીના સત્તર વર્ષ સુધી મહામંત્રી તરીકે સેવા આપી આ વર્ષથી પ્રમુખ ની દાયિત્વ સ્વીકારેલ છે.
વિવિધ રાજ્યોમાં મહામંત્રી તરીકે કરેલા કામોના ફળ સ્વરૂપે એમના પ્રમુખ કાળમાં દરેક રાજ્યમાં સહકાર ભવન બનાવવાના જમીન તથા આર્થિક અનુદાન પ્રાપ્ત થઈ રહ્યા છે.
હરિયાણામાં સરકાર દ્વારા ગુરુ ગાવમાં 1500 ચોરસ મીટરની જગ્યા ફાળવવામાં આવી છે.જ્યા નવનિર્મિત ભવન સહકાર ભારતી નું કેન્દ્રીય કાર્યાલય અને નિરંતર પ્રશિક્ષણ કેન્દ્ર આવતા દિવસોમાં આકાર લેશે.
સમગ્ર વિશ્વમાં ૨૦૨૫, નું વર્ષ *ઇન્ટરનેશનલ કો ઓપરેટિવ ઈયર* તરીકે ઉજવાઈ રહ્યું છે એના અનુસંધાને દિલ્હીમાં વિશ્વકક્ષાનું સહકાર કોન્ફરન્સ WCCOU યોજાઈ ગઈ. એમાં સહકાર ભારતીના પ્રયત્નોથી Zero Carbon Emission નું થીમ રાખવામાં આવેલ જેથી પર્યાવરણ દુષીત ન થાય. વિશ્વના દરેક નેતાઓએ આ પ્રયાસને ખૂબ જ આવકાર્યો. અને સહકાર માં સંસ્કારની જરૂરિયાતને અનિવાર્યતા સ્વીકારી.
સામાન્યતઃ સહકારી કાનૂન એ રાજ્ય સરકારનો વિષય છે પરંતુ 2001 બાદ મલ્ટીસ્ટેટ કોપરેટીવ બેન્કિંગની જરૂરિયાત ઉભી થઈ , વળી સહકારી ક્ષેત્રમાં એકવાક્યતા લાવવા એક દેશ એક કાનુન માટે સહકાર ભારતીના પ્રયાસોથી ચાર વર્ષ પહેલાં કેન્દ્ર સરકારમાં સહકાર મંત્રાલય શરૂ કરવામાં આવ્યું. સમૃદ્ધ ભારતનુ સ્વપ્ન સહકારી ક્ષેત્રના માં સર્વસમાવેશી વિસ્તૃતિકરણ થી જ શક્ય બનશે.
સહકાર મંત્રાલય દ્વારા ગ્રામીણ સ્તર પર પેક્સ, ક્રેડિટ સોસાયટીઓ , શહેરી ક્ષેત્રોમાં અર્બન બેંકો તથા જિલ્લા કો-ઓપરેટીવ બેંકોના જુના બંધનો દૂર કરી કાયદાકીય પુનર્ગઠન કરવામાં આવ્યું, વહીવટમાં એકસૂત્રતા અને પારદર્શકતા લાવવા એક જ પેટા કાયદો, તે પણ ઓનલાઇન કરી દીધો.
મંડળીઓના ધિરાણ ના સીમિત દાયરામાંથી બહાર લાવી કાર્યક્ષેત્ર વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું. અર્બન કો-ઓપરેટીવ બેંકો તથા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીઓના ડિપોઝિટ નું ઇન્સ્યોરન્સ માટે ડિપોઝીટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન DIC બનાવ્યું . ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીઓને પણ નેશનલ પેમેન્ટ સિસ્ટમ NPS માં સભ્યપદ આપવાની તથા એની ડીપોઝીટ પણ વિમાથી સુરક્ષિત કરાવવા પ્રયાસો ચાલુ છે. જેથી મંડળીનો દરેક વ્યવહાર ઓનલાઇન થઈ શકે. *ઝીરો કેશ ટ્રાન્જેક્શન* દલિતો, વંચિતો, પીડીતોના આર્થિક ઉત્કર્ષ માટે સહકારી ક્ષેત્ર ખૂબ જ મહત્વના ઉદ્યમ તરીકે વિકસાવું જરૂરી છે. આ માટે સહકારી કાર્યમાં જોડાતા નવ યુવાનો તથા ગ્રામના ભાઈઓ બહેનોને પ્રશિક્ષણ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ત્રિભુવન સહકાર યુનિવર્સિટી ની સ્થાપના કરવાનો લોકસભામાં પ્રસ્તાવ પારીત કરવામાં આવ્યો છે. ગુજરાતના સૌભાગ્યની વાત છે કે આ *ત્રિભુવન રાષ્ટ્રીય સહકાર યુનિવર્સિટી* આણંદમાં બની રહી છે. આ યુનિવર્સિટી દ્વારા દરેક જિલ્લામાં પણ પ્રશિક્ષણ કેન્દ્ર અને સહકારી ક્ષેત્રના MBA જેવા કોર્સ સ્થાનિક યુનિવર્સિટીના સહયોગમાં શરૂ કરવામાં આવશે.
રિઝર્વ બેન્કના ડાયરેક્ટર અને સહકાર ભારતીના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ શ્રી સતીશજી મરાઠે
એ તેમના જ્ઞાન તથા અનુભવ સભર વક્તવ્યમાં ભારતના આર્થિક વિકાસની જવાબદારી ની વાત કરી.
આજે ભારત વિશ્વની સૌથી ઝડપથી વધી રહેલ ઈકોનોમી (અર્થતંત્ર) છે, ભારતની વિકાસ દર GDP વિશ્વના કોઈપણ દેશ કરતા વધારે 6.5 છે. વિશ્વના અન્ય દેશોમાં ગાઝાપટ્ટીની લડાઈ, યુક્રેન રશિયાની લડાઈ, નાના નાના દેશોમાં આવી રહેલી રાજકીય અસ્થિરતા અને આંતકવાદજેવીઅડચણો કારણે જીડીપી વિકાસ કરી નથી રહ્યા ભારત આજે ત્રણ મિલિયન ડોલરની ઇકોનોમી છે જે આવતા વર્ષોમાં 5 ટ્રીલિયન ડોલર ઇકોનોમી બની શકશે. આ માટે *સહકારી ક્ષેત્ર દ્વારા હાલની જીડીપીમાં જે ૨૫ ટકાનો ફાળો છે તે 40% સુધી ઉપર લઈ જવો જોઈએ.* આ માટે સહકારી ક્ષેત્રમાં કાર્ય કરતી મંડળીઓ અને બેંકોને વિવિધ ક્ષેત્રમાં કામ કરવાની અનુમતિ આપી અને એના માટે જરૂરી આર્થિક સહાય પણ સરકાર દ્વારા થઈ રહી છે. દરેક સહકારી ક્ષેત્રનો વિકાસ ત્રિપરિમાણીય હોવો જોઈએ .
Inclusive સર્વ સમાવેશી Global વૈશ્વિક અને Qualitative ગુણવત્તાસભર આ ત્રણ પરિમાણો પર ધ્યાન કેન્દ્રિત કરી સહકારી પ્રાથમિક મંડળીઓ કામ કરે અને સહકારી શહેરી બેંકો એની યોગ્ય માવજત કરે તો સહકારી ક્ષેત્રનો ફાળો 40% થઈ શકે એ નિર્વિવાદ છે.
સરકારની એક યોજના છે PLI પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સ્યોરન્સ જેના કારણે Start-ups અને Unicorn Industries ભારતમાં ખૂબ ઝડપથી વધી રહ્યા છે. સહકારી બેંકોએ તથા ક્રેડિટ સોસાયટીઓએ આવા નવા ક્ષેત્રોમાં સરળ અને ઝડપી ધિરાણ આપવા યોજનાઓ કરવી જોઈશે.આજે સો ટકા MSME માં થી ૯૦ ટકા SME સ્મોલ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. તો આવા યુનિટો સંશોધન કરી યુવા ઉદ્યોગોને ધિરાણ માં પ્રાયોરિટી આપવું જોઈએ.
*આવતો દસકો MSMEનો છે. આ ઉપરાંત ફોર્મલ ધિરાણ ક્ષેત્રોથી ઉપર ઉઠીને નૂતન ક્ષેત્રો જેવા કે, એગ્રો પ્રોડક્ટસના ટ્રાન્સપોર્ટેશન સ્ટોરેજ એગ્રો પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં પણ અર્બન કો-ઓપરેટિવ બેન્ક તથા ક્રેડિટ સોસાયટીઓએ ધિરાણ યોજનાઓ બનાવી પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારી અને વિકાસ કરવો જોઈએ.*
*કોઈપણ બેંક કે સોસાયટી નો વિકાસ તેના ઉત્પાદ તથા સેવા ની ગુણવત્તા પર નિર્ભર કરે છે. આપણે સહકારી બેંકોમાં ગુણવત્તાયુક્ત, સરળ અને ત્વરિત સેવાઓ વિકાસનું હ્રદય છે.
આપણા ઉત્પાદ સંસ્થાને નફો કરાવતા તો હોવા જ જોઈએ ઉપરાંત સર્વ સમાવેશી સર્વને અનુકૂળ હોવા જોઈએ. ધિરાણ લેનારને અને એ ધિરાણથી લાભ થવો જોઈએ,આવક થવી જોઈએ, સમૃદ્ધિ વધવી જોઈએ તો જ નિયમિત હપ્તા ભરી શકે. કર્મચારીઓ દ્વારા એની સાતત્યપૂર્ણ વૃત મેળવતા રહેવું જોઈએ.
QR code, NACH, UPI જેવી યોજનાઓ અપનાવવી જોઈએ.આ માટે યુનિફોર્મ સોફ્ટવેર બનાવવો જોઈએ.
આરબીઆઈના માધ્યમથી કેન્દ્ર સરકાર હાલની 350 ડીસ્ટ્રીક કો-ઓપરેટીવ બેંકો વ્યવસ્થિત નફો કરતી બનાવી છે. નવી 250 ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકોની મંજુરી આપી છે.આસામ મણીપુર જેવા પોંડિચેરી જેવા વિસ્તારોમાં પણ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક ખોલવા નો આયોજન થઈ ચૂક્યું છે.
જે પેક્સ મંડળીઓ 1 લાખ જેટલી છે તેમાં વધારો કરી નવી 42 હજાર પેક્સ મંડળીઓ બનાવવાનું આયોજન છે.
જે ફક ધિરાણ સહાય આપતી હતી તે આજે વિવિધ પ્રવૃત્તિઓ પેટ્રોલ પંપ ખાતર બિયારણ નેનો ખાતર અને ચેનલ સુધી કેન્દ્ર જેવા પ્રવૃત્તિઓ કરી પોતાની નફાકારકતા વધારી શકે છે ક્રેડિટ સોસાયટીઓ માટે પણ આ પ્રકારનું આયોજન રિઝર્વ બેન્કની સાથે મળી કરવામાં આવી રહ્યું છે .
આ બધાનો લક્ષ એક જ છે કે દેશના gdp માં સહકારી ક્ષેત્રનું યોગદાન 40% લાવી શકાય. આજે ઉપસ્થિત રહેલા સહકારી ક્ષેત્રના શ્રેષ્ઠીઓ પોતાની મંડળીમાં કે બેંકમાં ઈનોવેટીવ પ્રયત્નો કરે, પોતાના કર્મચારીઓ અને ડિરેક્ટર મિત્રોને નવા સહકારી નિયમો વિશે પ્રશિક્ષણ આપે,સતત પ્રયત્નશીલ રહે.
કાર્યક્રમનું સફળ સંચાલન જયેશભાઈ સંઘાણીએ કરેલી હતી.આભારદર્શન દીપકભાઈ પટેલે કરેલ.કલ્યાણ મંત્ર શ્રી નિશાબેન પીલોજપરાએ કરાવ્યો.