Rajkot. તા.18
કાંગશિયાળી ગામ પાસે નિર્માણધીન હોસ્પિટલમાંથી કોપર વાયર અને મોનીટરની ચોરી કરી તસ્કરો નાસી છૂટતાં પોલીસે તપાસ આદરી હતી. બનાવ અંગે રાજકોટમાં નાના મવા રોડ પર શાસ્ત્રી નગરની બાજુમાં કલ્યાણ પાર્ક સ્ટ્રીટમાં રહેતાં ભરતકુમાર કાનજીભાઇ કોયાણી (ઉ.વ.67) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓના દીકરા ડો. હીમાંશુ જે કાગશીયાળી ગામની સીમમા આવેલ નાયરા પેટ્રોલ પંપની સામે રાઘે હોટલ વાળી શેરીમા નવી હોસ્પીટલનુ નીર્માણ કરી રહ્યાં છે, ત્યા તેઓ દેખરેખ રાખે છે.
ગઇ તા. 14 ના બાપોરના સમયે તેઓ તેમના પત્ની સાથે નવી બનતી હો સ્પીટલનુ નિર્માણ થતુ હતુ ત્યા ગયેલ ત્યારે જોયેલ તો નીચે આવેલ ઇલેક્ટ્રીક રૂમનુ તાળુ તુટેલ અને આ ઇલેકટ્રીક રૂમમા તમામ પાવર સપ્લયની પેનલ લગાડેલ હોય જે પેનલ બોક્સમા જોતા તેમા કેટલાક કોપરના વાયરો તથા ઈલેકટ્રીકની વસ્તુઓ ટુટેલી હતી. આ પેનલ બોક્સમાથી કોપરના વાયરની ચોરી થયેલ હોવાનુ માલુમ પડેલ હતુ.
તેમજ બીલ્ડીગમાં પ્રવેશવા માટેના શટર પર બે તાળા મારેલ હતા, જે બન્ને તાળા ગુમ હતા. તેમજ બીલ્ડીગની અંદર જોતા તેમા અમુક બીલ્ડીગમા લગાવેલ ઇલેક્ટ્રીક વાયરો કાપીને કોઇ અજાણ્યાં શખ્સો ચોરી કરી લઇ ગયેલ જોવામા આવેલ હતા.
તેમજ આ બીલ્ડીંગમાં સી.સી.ટી.વી કેમેરા લગાવવા માટે ડીવીઆર તથા મોનીટર રાખેલ હોય જે મોનીટર પણ જોવામ આવેલ નહી તેની પણ ચોરી થયેલ હોવાને માલુમ પડેલ હતુ. બીલ્ડીંગમા રાખેલ સીસીટીવી ફુટજ જોતા તેમા ગઈ તા.28/09 ના રાત્રીના સાડા બાર વાગ્યાના અરસામા કોઇ બે અજાગ્યા શખ્સો બીલ્ડીગમાં પ્રવેશી ચોરી કરતા હોવાનુ જોવામા આવેલ છે. બનાવ અંગે શાપર પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.