Morbi,તા.04
રાજ્ય અને દેશમાં કોરોના કેસો વધી રહ્યા છે અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટમાં નવા કેસો સામે આવી રહ્યા છે દરમિયાન હવે મોરબી જીલ્લામાં ત્રણ કેસો નોંધાતા આરોગ્ય વિભાગ કામગીરીમાં લાગ્યું છે
મોરબીના બે યુવાન અને ટંકારાના મહિલા કોરોના સંક્રમિત હોવાની માહિતી આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત થઇ છે જે ત્રણેય દર્દીઓ રાજ્ય બહાર ના ગયા હોય અને લોકલ હિસ્ટ્રી હોવાનું સામે આવ્યું છે મોરબી જીલ્લામાં કોરોનાના ત્રણ એક્ટીવ કેસ સામે આવ્યા છે અને આરોગ્ય વિભાગ વિવિધ કામગીરીમાં લાગ્યું છે