Surendranagar,તા.8
એમ.પી.અને રાજસ્થાનમાં ઝેરી કોલ્ડ્રીફ સિરપનાં કારણે 16 જેટલા બાળકોનાં મોત થયા છે. અને આ સિરપ ગુજરાતમાં પણ વેંચાણ થતુ હોવાનું બહાર આવતા રાજય સરકાર જાગૃતિ બની ગઈ છે. અને રાજયભરમાં સિરપનાં ઉત્પાદક અને સુપરસ્ટોકિસ્ટોને ત્યાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગને દોડાવ્યુ છે.
રાજયભરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની નમોને દોડાવી તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે.ત્યારે હાલ સુરેન્દ્રનગરની શાપફાર્મા કંપની રેડનોકસ ફાર્માસ્યુટી કલ્સ પ્રા.લી.નું સિરપ શંકાસ્પદ હોવાનું બહાર આવેલ છે.
સુરેન્દ્રનગરની ફાર્મા કંપની સામે સેન્ટ્રલ એજન્સીએ તપાસ રિપોર્ટ હજૂ કર્યો છે. જેમાં ડી.ઈ.જી.વધુ પ્રમાણમાં હોવાનું બહાર આવતા કંપની સામે કાર્યવાહી શરૂ કરાઈ છે.અને બંન્ને કંપનીનાં સિરપનું ઉત્પાદન તથા વેંચાણ અટકાવવા આદેશ કરાયો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં બનેલા બે કફ સિરપમાં DEGનું પ્રમાણ વધુ મળ્યું મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ થવાને કારણે 16 બાળકનાં મોત બાદ હોબાળો મચ્યો છે.
એની વચ્ચે ગુજરાતની MFG-M/s Shape pharma Pvt. Ltd.માં બનેલી રી-લાઈફ અને MFG- M/s Rednonex Pharmaceuticals Pvt. Ltd.માં બનેલી રેસ્પિફ્રેસ ટીઆર નામના કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયએથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ વધુ મળ્યું છે. મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ બંને સિરપ પર રોક લગાવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં બનતી બંને કંપનીઓની કફ સિરપ પરત ખેંચવા આદેશ મધ્યપ્રદેશના ડ્રગ્સ વિભાગની તપાસના રિપોર્ટ બાદ ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. ગુજરાતમાં બનતી આ બંને સિરપનો જથ્થો ગુજરાતની બજારમાં છે તે પરત ખેંચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશમાં આ બંને સિરપ નોટ ઓફ સ્ટાન્ડર્ડ જાહેર થઈ છે. જેથી ગુજરાતની બજારમાં જે પણ જથ્થો ગયો છે તે પરત ખેંચી લેવા આદેશ કરાયો છે. છેલ્લામાં છ્ેલ્લી બોટલ પરત ન ખેંચાય જાય ત્યાં સુધી તેના પર નજર રાખવા FDCAના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ સિવાય પણ ગુજરાતમાં જે કંપનીઓમાં આ પ્રકારની સિરપ બની રહી છે તેની તપાસ કરવાનો નિર્ણય કરાયો છે.
મધ્યપ્રદેશમાં સિરપકાંડ બાદ 19 દવાનાં લેવાયેલાં સેમ્પલનો રિપોર્ટ આવ્યો 26થી 28 સપ્ટેમ્બર દરમિયાન છિંદવાડા જિલ્લામાં ડ્રગ વિભાગની ટીમ દ્વારા મેડિકલ અને હોસ્પિટલમાં તપાસ કરાઈ હતી. આ સમયે કુલ 19 દવાનાં સેમ્પલ એકત્ર કરવામાં આવ્યાં હતાં અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં, જેમાં ગાઈડલાઈન અનુસાર, કફ સિરપમાં મહત્તમ ડી.ઈ.જીનું પ્રમાણ વધુ હોવાનું બહાર આવેલ છે.
ઉલ્લેખનિય છે કે આ સિરપ કાંડનાં પગલે રાજયનું આરોગ્ય વિભાગ 500 જેટલી કંપની ઓનાં સિરપ તપાસી રહી છે. અત્યાર સુધીમાં રાજયની ઉપરોકત બે કંપની ઓનાં સિરપ ઝેરી-હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવેલ છે. અને બંન્ને કંપનીનાં સેમ્પલ ફેઈલ જાહેર થયા છે.