London,તા.17
લંડનમાં હાલમાં હંસોની ગણતરી ચાલી રહી છે. જેને ‘સ્વાન અપિંગ’ કહેવામાં આવે છે. આ 800 વર્ષ જુની પરંપરા છે. જે દર વર્ષે પાંચ દિવસ સુધી ચાલે છે. રોયલ ફેમિલીએ તેના માટે ખાસ ટીમ બનાવી છે. જેને ‘સ્વાન અપર્સ’ કહેવામાં આવે છે.
આ ટીમ થોકસ નદીમાં રહેલ દરેક શાહી હંસની તપાસ કરે છે. તેને ટેગ કરે છે અને પછી ફરી નદીમાં છોડી દે છે. આ પ્રક્રિયા દરમિયાન હંસોની સારસંભાળ પણ કરવામાં આવે છે અને સ્વાસ્થયની તપાસ કરવામાં આવે છે.