Washingtonતા.26
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તા.2 એપ્રિલને લીબરેશન ડે એટલે કે ટેરીફ મુદે અમેરિકાના વલણ અને વિદેશી ટેરીફમાંથી ઘટાડા સહિતની ઉજવણી કરવાનું એલાન કર્યુ છે તે સમયે ફરી એક વખત ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે ભારત સહિતના દેશો જે રીતે અમેરિકી ટેરીફમાંથી બચવા પ્રયત્ન કરે છે પરંતુ તેમને બહુ રાહત નહી મળે.
ભારત અને અમેરિકા વચ્ચે ટેરીફ મુદે વાતચીત ચાલી રહી છે અને ભારતે અનેક પ્રકારના ટેરીફ ઘટાડીને અમેરિકન ટેરીફમાંથી બચવા પ્રયત્ન કર્યો છે તે સમયે ટ્રમ્પે સ્પષ્ટ કર્યુ છે કે ભારત અને અન્ય વૈશ્વિક ભાગીદાર રાષ્ટ્રોને જો તેઓ તેમના ટેરીફ નહી ઘટાડાય તો અમારા ટેરીફમાંથી કોઈ રાહત નહી મળે.
તેમણે કહ્યું કે, હું જાણું છું કે કેટલાક અપવાદો હોય છે અને હાલ તે મુદે વાતચીત ચાલુ છે પરંતુ તેમાં બહુ આશા રાખવા જેવી નથી. હું વધુ પડતી રાહત આપવા તૈયાર નથી. ભારત અને અમેરિકા વચ્ચે રેસીપ્રોકલ ટેક્ષ મુદે દિલ્હીમાં અમેરિકી પ્રતિનિધિમંડળ વાતચીત ચલાવી રહ્યું છે તેનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું કે અમેરિકા રાહત આપશે તેવી ઘણા દેશો આશા રાખે છે પરંતુ તે સફળ થશે નહી.