Morbiતા.29
ત્રાજપરમાં રહેતા આરોપીના મકાનમાં રેડ કરી પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી સ્થળ પરથી ઠંડો આથો, દેશી દારૂ, ભઠ્ઠીના સાધનો સહીત ૧૩,૨૦૦ નો મુદામાલ જપ્ત કરી એક આરોપીને ઝડપી લીધો છે અન્ય એક આરોપીનું નામ ખુલ્યું છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્રાજપરમાં ભરવાડ સમાજ વાડી પાસે રહેતા આરોપીના મકાનમાં રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાંથી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો ૧૪૦ લીટર કીમત રૂ ૩૫૦૦, દેશી દારૂ ૩૦ લીટર કીમત રૂ ૬૦૦૦, બંધ ભઠ્ઠીના સાધનો, ગેસનો બાટલો સહીત કુલ રૂ ૧૩,૨૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી ભાવિન દેવરાજભાઈ વૈશ્નાણીને ઝડપી લીધો છે અન્ય આરોપી રમેશ ઉર્ફે ધારો ગોપાલ ટીડાણીનું નામ ખુલતા બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવી વધુ તપાસ ચલાવી છે