ખરીદ કરેલા સામાનની રકમ ચૂકવવા આપેલો ચેક બાઉન્સ થયા બાદ ગલ્લા તલ્લા કરી રકમ ન ચૂકવી
Rajkot,તા.26
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા દુકાનદાર પાસેથી ખરીદ કરેલ ઇમિટેશન જ્વેલરી, અને કાચની વસ્તુ ખરીદ કર્યા પેટે આપેલો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરિયા બાદ રકમ ચૂકવવા ગલતાના કરી રૂપિયા 1.44 લાખની ખેતરપિંડી આચાર્ય અંગેની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં એસ.કે ચોક શેરી નંબર ૫ માં રહેતા અને ઘરે જ છેલ્લા 15 વર્ષથી ગૌતમ નામની પેઢી મારફત કાચની વસ્તુ તથા ઇમિટેશન જ્વેલરી અને વસ્તુઓનું વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવનાર કૈલાશ ગુલાબભાઈ સોલંકી દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં રૈયા રોડ પર અમૃતા હોસ્પિટલની પાછળ કર્મચારી સોસાયટી શેરી નંબર 10 માં રહેતા શીતલ હરેશભાઈ ગોસ્વામી અને તેના પતિ હરેશ ગોસ્વામી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
કૈલાશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 2/4/2025 ના તેઓ અહીં ઘરે હાજર હતા મો.નંબરમાંથી મહિલાનો કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે, હું શીતલ ગોસ્વામી છું અને મારે ક્રોકરી તથા ઇમિટેશન જ્વેલરી તથા શો પીસ લેવાના છે. જેથી કૈલાશભાઈએ સાંજે દુકાને આવવાનું કહ્યું હતું સાંજના ચારેક વાગ્યે શીતલબેન તથા તેની દીકરી અને બહેન અહીં દુકાને આવ્યા હતા. બાદમાં અહીંથી કપ રકાબી, માઈક્રો ઓવન, એન્ટરટેનમેન્ટ સેરવીંગ સેટ, ગ્લાસ ફ્લાવર પોટ સહિત કુલ રૂપિયા 1,44,850 નો સામાન પસંદ કરી ખરીદ્યો હતો.હું તમને મારા ઘરે રોકડમાં પેમેન્ટ આપી દઈશ. સામાન ઉતાર્યા બાદ બિલના રૂપિયા 1,44,850 શીતલબેનના પતિ હરેશભાઈ પાસે માંગતા તેમણે ચેક આપ્યો હતો સવારે જઈને બેંકમાં ચેક નાખી તમારું પેમેન્ટ લઈ લેજો. ચેક વટાવવા માટે બેંકમાં નાખતા તા. 5/4 ના બેંકમાંથી ફોન આવ્યો હતો કે, ચેક બાઉન્સ થયો છે જેથી આ બાબતે વેપારીએ હરેશભાઈને કહ્યું હતું કે અપૂરતા ભંડોળના લીધે તમારો ચેક બાઉન્સ થયો છે.ફરિયાદીએ શીતલબેન તથા તેના પતિ હરેશભાઈને અવારનવાર ફોન કરી પૂછતા બંને અલગ અલગ બહાના આપતા હતા.ગઇ તા. 7/4/2025 ના ફરિયાદીના માતાએ શીતલબેનને ફોન કરી કહ્યું હતું કે, તમે સામાન લઈ ગયા તેને પાંચ દિવસ થઈ ગયા છે કા અમારા સામાન ના પૈસા આપી દો અથવા સામાન પરત મોકલી દો નહિતર અમે પોલીસ ફરિયાદ કરીશું. જેથી શીતલબેને કહ્યું હતું કે, તારો સામાન અમદાવાદ મારા નણંદના ઘરે છે ત્યાં જઈને લઈ આવો અને કહ્યું હતું કે તારાથી જેટલું લીગલી થતું હોય તે કરી લે મારે તને માલ દેવો જ નથી. બાદ ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. તા. 9/4 ના સવારે શીતલબેનને ફોન કરતા કહ્યું હતું કે, લીગલ પ્રોસેસ કરી દે મારે માલ પણ નથી દેવો કે પૈસા પણ નથી દેવા. જેથી અંતે આ મામલે ફરિયાદી પોતાની સાથે થયેલી રૂપિયા 1,44,850 ની છેતરપિંડી અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દંપતી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.