ખેત મજૂરી કરતું દંપતી અમરેલી હટાણુ કરવા જતા રસ્તામાં પત્નીને કાળ ભેંટી ગયો
Amreli,તા.26
સૌરાષ્ટ્રમાં માર્ગ અકસ્માતમાં નિરંતર મહામૂલ્ય માનવ જિંદગીઓ હોમાઈ રહી છે આવા બનાવમાં વધુ એક માર્ગ અકસ્માતમાં આદિવાસી પરિવાર ની મહિલા નું મોત થયુ છે.લાઠી નજીક મોટરસાયકલ સ્લીપ થતા મધ્યપ્રદેશનું દંપતી ખંડિત થયું છે.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ લાઠી ગામની સીમમાં કિશોરભાઈ ની વાડીએ ભાગ્યું રાખી રહેતા મધ્યપ્રદેશના લખનભાઈ રાયસીંગભાઇ કનોડીયા અને તેમની પત્ની પારુલ બેન તા,૨૪/૬ ના રોજ સાંજે ૬ વાગે લાઠી થી અમરેલી હટાણું કરવા જતા હતા ત્યારે આલમ ગીર ચોકડી પાસે મોટર સાયકલ સ્લીપ થઈ જતા મોટરસાયકલ પાછળ બેઠેલા પારુલ બેન ગંભીર ઈજાના કારણે બેભાન થઈ ઢળી પડ્યા હતા, તેમને પ્રથમ અમરેલી અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં માં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું પારુલ બેનનામોત થી બે બાળકોએ માતાની હુંફ ગુમાવી હતી આ અંગે લાઠી પોલીસે તપાસ હાથ ધરી છે