Morbi,તા.31
મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિક નિયમન કામગીરી કરનાર ટ્રાફિક પોલીસ સાથે દંપતીએ માથાકૂટ કરી મારામારી કરી માથું ફોડી નાખ્યું હતું મોરબી એ ડીવીઝન પોલીસે ટ્રાફિક પોલીસની ફરિયાદને આધારે દંપતી વિરુદ્ધ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
મોરબી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા જીગ્નેશભાઈ પ્રવીણભાઈ લાંબાએ આરોપીઓ દર્શનભાઈ નવનીતભાઈ જાદવ અને દિશાબેન દર્શનભાઈ જાદવ રહે બંને નાની વાવડી ગામ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તા. ૩૦ ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં વાવડી ચોકડી પાસે ફરિયાદી પોતાની ટ્રાફિક કામગીરીની ફરજ નિભાવતો હતો ત્યારે આરોપી દર્શન જાદવ બાઈક લઈને આવી ટ્રાફિક નિયમ ભંગ કર્યો હતો જેથી ચલણ આપવાનું કહેતા બંને ઉશ્કેરાઈ જઈને ગાળો આપી ફરિયાદીનો કાઠલો પકડયો હતો અને છોડાવવા જાતે આંગળીમાં ઈજા કરી તેમજ ફરિયાદીને મોઢા અને ગળા પર છુટા હાથે મારામારી કરી આરોપી દિશાબેને પકડી રાખી આરોપી દર્શને માથું ફોડી નાખ્યું હતું એ ડીવીઝન પોલીસે આરોપી દંપતી વિરુદ્ધ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે