New Delhi,તા.5
દિલ્હી કોર્ટે સોમવારે આમ આદમી પાર્ટી (AAP) ના નેતા સત્યેન્દ્ર જૈન સામે ચાલી રહેલા ભ્રષ્ટાચારના કેસને બંધ કરી દીધો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને આ કેસમાં કોઈ ગેરકાયદેસર લાભના કોઈ પુરાવા મળ્યા નથી.
રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ (PC એક્ટ) ડીઆઈજી વિનય સિંહે સીબીઆઈનો ક્લોઝર રિપોર્ટ સ્વીકાર્યો. તેમણે કહ્યું કે, ચાર વર્ષની તપાસ પછી પણ જૈન સામે ભ્રષ્ટાચારનો કોઈ પુરાવો મળ્યો નથી.
કોર્ટે કહ્યું, જે આરોપ મુકાયા અને જે તથ્યાત્મક પૃષ્ઠભૂમિ છે. જે વધુ તપાસ કે કાર્યવાહી શરૂ કરવા માટે પૂરતા નથી. કાયદો સ્પષ્ટપણે જણાવે છે કે શંકા પુરાવાનું સ્થાન લઈ શકતા નથી. કોઈ પર આરોપ લગાવવા માટે માત્ર શંકા પૂરતી નથી.કાર્યવાહીને આગળ વધારવા માટે ઓછામાં ઓછા મજબૂત પુરાવા હોવા જરૂરી છે.
AAP નેતા પર આરોપ લાગ્યો હતો કે, જ્યારે તે દિલ્હી સરકારમાં જાહેર બાંધકામ વિભાગ (PWD) મંત્રી તરીકે સેવા આપતા હતા તે સમયે આઉટસોર્સિંગ દ્વારા ઙઠઉ માટે સલાહકારોની 17 સભ્યોની ટીમને નિયુક્ત કરવાની મંજૂરી આપી હતી.
એવું કરીને સત્યેન્દ્ર જૈને માનક સરકારી ભરતી પ્રક્રિયાઓના નિયમોને બાયપાસ કરી દેવામાં આવ્યા હતા. સત્યેન્દ્ર જૈને આઉટસોર્સિંગ દ્વારા પીડબ્લ્યુડી માટે સલાહકારોની 17 સભ્યોની ટીમની ભરતીને મંજૂરી આપી હતી. તકેદારી વિભાગે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે મે 2019 માં સત્યેન્દ્ર જૈન સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.
ચાર વર્ષની તપાસ બાદ CBI એ શોધી કાઢ્યું કે, વિભાગની તાત્કાલિક જરૂરિયાતોને કારણે વ્યવસાયિકોની ભરતીની જરૂરી હતી. ભરતી પ્રક્રિયા પારદર્શક અને સ્પર્ધાત્મક હતી. CBI એ કહ્યું કે તેમને આ કેસમાં ભ્રષ્ટાચાર, ગુનાહિત કાવતરું, અનુચિત લાભ અથવા વ્યક્તિગત લાભના કોઈ પુરાવા મળ્યા નથી. ક્લોઝર રિપોર્ટ પર વિચાર કર્યા બાદ કોર્ટે કેસ સ્વીકારીને બંધ કરી દીધો.